Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ૐ શં શનૈશ્‍વરાય નમઃ ... શનિદેવની જન્‍મ જયંતિની ભાવભેર ઉજવણી

રાજકોટ : આજે શનિદેવ મહારાજની જન્‍મ જયંતિ હોય ભાવિક ભકતો દ્વારા ભાવથી પૂજા અર્ચન કરાયા હતા. કાળા અળદ, કાળો ધાબળો, કાળુ વષા, કાળી છત્રી, કાળા તલ વગેરે વસ્‍તુઓ અર્પણ કરી મંત્ર જાપ કરાયા હતા. શહેરના જયુબેલી બાગ ખાતેના નવગ્રહ મંદિરે તેમજ કાલાવડ રોડ, એ.જી.ચોકમાં આવેલ શનિદેવના મંદિરે આજે સવારથી જ ભાવિકોએ દર્શન પૂજા માટે ભીડ જમાવી હતી. જે તસ્‍વીરોમાં જોઇ શકાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(5:16 pm IST)