Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

જનરલ બોર્ડમાં વજન વિનાના પ્રશ્નો વરસ્યાઃ પ્રજાને ફાયદો ઓછો

રાજકોટ :મનપાનું જનરલ બોર્ડ આજે નવા મ્યુ. કમિશનરની નિયુકતી બાદ પ્રથમવાર મળ્યું હતું. જેમાં શાસકો દ્વારા વિવિધ પ્રશ્નોની તડાપીટ બોલાવી હતી. આજે પ્રથમ પ્રશ્ન વોર્ડ નં. ર ના કોર્પોરેટર મીનાબા જાડેજા દ્વારા અમૃત મિશન ગ્રાંટ અંગે પુછવામાં આવ્યો હતો. ઉપરાંત ૧પ મા નાણાપંચ અંગે પણ સવાલ પુછવામાં આવ્યો હતો. મ્યુ. કમિશનર આનંદ પટેલ ચિંતન શીબિરમાં ગયા હોવાથી તેઅો પોતાના મનપાના પ્રથમ બોર્ડમાં હાજર રહી શકયા ન હતાં. તેમની જગ્યાઍ નાયબ કમિશનર અનિલ ધામેલીયાઍ પ્રશ્નોના જવાબ આપ્યા હતાં. ઉપરોકત તસવીરોમાં સામાન્ય સભાના અધ્યક્ષ મેયર ડો. પ્રદીપ ડવ, ડે. મેયર કંચનબેન સિધ્ધપુરા, નાયબ કમિશનર અનિલ ધામેલીયા, સેક્રેટરી, ડો. ઍચ. પી. રૂપારેલીયા દર્શાય છે. જયારે બીજી હરોળમાં કોર્પોરેટર અને ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, કોર્પોરેટર મનીષ રાડીયા, સુરેન્દ્રસિંહ વાળા, મીનાબા જાડેજા, કેતન પટેલ, ડો. દર્શનાબેન પંડયા, અશ્વિન પાંભર, નેહલ શુકલા તથા બાબુભાઇ ઉધરેજા પ્રશ્નો પુછતા નજરે પડે છે. (તસ્વીર :અશોક બગથરીયા)

(5:13 pm IST)