Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

માહી કંપની દ્વારા શ્રીખંડ લોન્ચ

નેચરલ સ્વાદમાં ઈલાયચી અને કેસર શ્રીખંડ ઉપલબ્ધઃ જાફરાબાદી ભેંસનું પ્રીમિયમ ઘી પણ લોન્ચ

રાજકોટ, તા. ૨૦: માહી દૂધે તેની ઉચ્ય ગુણવત્તા થકી માકેટમાં એક અલગ જ સ્થાન મેળવી લીધુ છે ત્યારે કંપનીએ તેના પોર્ટફોલિયામાં હવે નવી નવી પ્રોડકટસ ઉમેરવાનું શરૂ કર્યું છે. બજારની લાંબા સમયની માંગને ધ્યાને લઈને કંપનીએ નેચરલ સ્વાદમાં સ્વાદિષ્ટ શ્રીખંડ અને જાફરાબાદી ભેંસનું પ્રીમિયમ ઘી લોન્ચ કરતા કંપનીનો પ્રોડકટ પોર્ટફોલિયો વધુ સમૃધ્ધ બન્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.

સૌરાષ્ટ્ર - કચ્છના એક લાખથી વધુ ખેડૂતોની કંપની માહી મિલ્ક પ્રોડ્યૂસર કંપની લિમિટેડ દ્વારા વિવિધ દૂધ, ઘી, દહીં, છાસ, પનીર, ફલેવર્ડ મિલ્ક, સ્કોમ્ડ મિલ્ક પાઉડર, મીઠાઈ વગેરે ઉત્પાદનોની વિશાળ શ્રેણી બજારમાં મૂકવામાં આવેલી છે. ઈલાયચી અને કેસરના સ્વાદમાં શ્રીખંડ તેમજ તેની સાથે ઉત્તમ દૂધ માટે જાણિતી જાફરાબાદી ભેંસનું પ્રીમિયમ ઘી પણ લોન્ચ કરવામાં આવ્યુ છે. ઘીની ગુણવત્તા માટે વિશ્વભરમાં જામખંભાળિયા પ્રસિધ્ધ છે. આ વિસ્તારમાં હવે જાફરાબાદી ભેંસની ઓલાદ પણ વધી રહી છે. તેથી આ વિસ્તારની જાફરાબાદી ભેંસોના દૂધમાંથી ઘી તૈયાર કરીને માકેટમાં મૂકવામાં આવ્યું છે. આ બન્ને પ્રોડકટ્સ લોન્ય કરવા કંપની ખાતે યુ-ટ્યુબના માધ્યમથી ઓનલાઇન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડની સ્થિતિને ધ્યાને લઇને સરકારી ગાઇડલાઈનનું સંપૂર્ણ પાલન કરી આ સમારંભ યોજાયો હતો જેમાં કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સ, રીટેલર્સ, દૂધ ઉત્પાદક સદસ્યો અને ગ્રાહકો ઓનલાઇન જોડાયા હતા.

માહી શ્રીખંડ અને માહી બફેલો પ્રીમિયમ ઘીના લોન્ચિંગ પ્રસંગે માહી કંપનીના ચીફ એકિઝકયુટિવ ડો.સંજય ગોવાણી, કંપનીના એડવાઈઝર શ્રી યોગેશ પટેલ, સેલ્સ હેડ રી હર્ષદત્ત ચૌબે તેમજ કંપનીના જુદા- જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(2:51 pm IST)