Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

રાજકોટમાં લોકો - અમૂક ડોકટરો ''આડેધડ'' રેમેડેસિવર ઇન્જેકશન મેળવતા હોવાનું બહાર આવતા ખળભળાટઃ કલેકટર તંત્ર ચોંકી ઉઠયું

રાજકોટના એક ડોકટરે તો ૪૦ થી પ૦ લોકોને ''પ્રિસ્પીક્રસન''આપ્યાનું ખૂલતા કલેકટરને કરાતો રીપોર્ટ : આ ડોકટરને તો પોતાની હોસ્પીટલ પણ છેઃ અમુક ડોકટરો તો ૪પ બેડ હોય તો તમામ માટે લખવા માંડતા તંત્ર પણ અવાચક... : ૪પ દાખલ હોય તો બધાને ઇન્જેકશનની જરૂરિયાત એવું કેવી રીતે બનેઃ તંત્ર પણ વિચારમાં: સીટી પ્રાંત-૧ ગઢવી દ્વારા કડક પગલા લેવાનું શરૂ ખાત્રી કરીને જ અપાશેઃ બપોરે ૧ાા સુધીમાં ૪૦૦ લોકોએ ઇન્જેકશન મેળવ્યાઃ બપોર પછી ફલો વધશે.

રાજકોટ તા. ર૦: રાજકોટ કુંડલીયા કોલેજ ખાતે રેમેડેસિયર ઇન્જેકશનનો ડેપો શરૂ કર્યો, અનેક સુવિધાઓ આપી, નોડલ ઓફીસર તરીકે સીટી પ્રાંત-૧ શ્રી ગઢવીને હવાલો સોંપ્યો પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં અનેક ચોંકાવનારી બાબતો બહાર આવતા કલેકટર તંત્ર ચોંકયું છે, અને કલેકટરને પણ રીપોર્ટ કરાયાનું બહાર આવ્યું છે.

કલેકટર કચેરી સાથે સંકળાયેલા એક ઉચ્ચ અધીકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, રાજકોટના લોકો અને અમૂક ડોકટરો આડેધડ પ્રિસ્પ્રીકશન દ્વારા ઇન્જેકશન મેળવી રહ્યા છે, એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે અમુક હોસ્પીટલ દ્વારા પોતાને ત્યાં ૪પ કે પ૦ બેડની હોસ્પીટલ હોય, અને દર્દીઓ દાખલ હોય તો આ તમામ દર્દીનું લીસ્ટ આપી ઇન્જેકશન માંગી રહ્યા છે, અમુક તો તેનાથી વધુ માંગી રહ્યા છે, તંત્ર ચોંકયું છે કે ૪પ કે પ૦ બેડની હોસ્પીટલમાં તમામને ઇન્જેકશનની જરૂર પડે તેવું કઇ રીતે બને, પરીણામે તંત્રે કડક બની જરૂર હોય તેની જ ડીમાન્ડ કરવા હોસ્પીટલને જણાવી દીધું, અન્ય એક ચોંકાવનારી ઘટનામાં ર થી ૩ ડોકટરોએ તો ૪૦ થી પ૦ લોકોને પ્રિસ્પીકસન આપી ઇન્જેકશન આપવા ભલામણ કરી છે, આમાં એક ડોકટર તો પોતાની હોસ્પીટલ ધરાવે છે. છતાં અન્ય ૪૦ થી પ૦ લોકો માટે પ્રિસ્પીકસન આપ્યા છે, આ વિગતો બહાર આવતા પ્રાંત અધિકારી શ્રી સિધ્ધાર્થ ગઢવીએ કડક પગલા લઇ એ ડોકટરનો ખુલાસો પણ પૂછયાનું ચર્ચાય રહ્યું છે. દરમિયાન ઇન્જેકશનની અછત અંગે સીટી પ્રાંત-૧ શ્રી સિધ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે એવી કોઇ બાબત હાલ નથી, પૂરતો સ્ટોક છે, બપોરે ૧ાા સુધીમાં ૪૦૦ લોકો ઇન્જેકશન લઇ ગયા છે, અને હવે બપોર બાદ તેનો ફલો વધશે.

(4:18 pm IST)