Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

કુવાડવા રોડ બગીચા પાસે જીયાબેન દેશરાણીના ૭૦ હજારના ચેઇનની ચીલઝડપ

મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે મંદિરે દર્શન કરી ઘરે જતી વખતે બનાવ : બી-ડીવીઝન પોલીસે શકમંદોની પૂછપરછ આદરી

 

 

રાજકોટ તા. ૨૧ : મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે મંદિરે દર્શન કરી ઘરે જતી વખતે કુવાડવા રોડ હિમાલય રેફ્રીજરેટરની સામે બગીચા નજીક બાઇક પર આવેલા ત્રણ ચીલઝડપકારોએ મહિલાના ગળામાં ઝોંટ મારી ૭૦ હજારના ચેઇનની ચીલઝડપ કરી નાશી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર હિમાલય રેફ્રીજરેટરની સામે એલ.જી. પાર્ક શેરી નં. ૨માં રહેતા જીયાબેન પરેશભાઇ દેશરાણી (ઉ.૩૯) ત્રણ દિવસ પહેલા સંબંધી સાથે મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે આવેલા મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરી સંબંધીના ટુ-વ્‍હીલર પાછળ બેસીને ઘરે આવતા હતા ત્‍યારે કુવાડવા રોડ હિમાલય રેફ્રીજરેટરની સામેના બગીચા નજીક પહોંચતા બે અલગ-અલગ મોટર સાયકલમાં આવેલા ત્રણ શખ્‍સોએ પાછળથી આવી મહિલાના ગળામાં ઝોંટ મારી રૂા. ૭૦,૦૦૦ની કિંમતનો સોનાનો ચેઇન ઝુટવી નાશી ગયા હતા. બનાવ બનતા મહિલાએ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ પોતે બી-ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે જીયાબેન દેશરાણીની ફરિયાદ દાખલ કરી પીએસઆઇ એચ.એમ.જાડેજા સહિતે શકમંદોને પકડી લઇ પૂછપરછ હાથ ધરી છે.

(3:21 pm IST)