Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

અતુલ ઓટોએ બેટરી સ્‍વેપિંગ સોલ્‍યુશન સાથેના ઈલેક્‍ટ્રિક વ્‍હીકલ્‍સ માટે વાલેઓ અને હોન્‍ડા પાવર પેક એનર્જી ઈન્‍ડિયા સાથે હાથ મિલાવ્‍યા

એજીપીએલ ફિલ્‍ડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઈ-વ્‍હીકલ લોન્‍ચ કરશે

મુંબઇ, તા.૨૧: અતુલ ઓટો લિમિટેડની પેટાકંપની અતુલ ગ્રીનટેક પ્રાઈવેટ લિમિટેડ (AGPL) સ્‍થાનિક અને નિકાસ બજારો માટે લાસ્‍ટ માઇલ ઇલેક્‍ટ્રિક મોબીલિટી માટે ઈનોવેટિવ સોલ્‍યુશન્‍સ ડિઝાઈન અને ડેવલપ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એજીપીએલે ઓટોમોટિવ ગ્રેડ ફિક્‍સ થર્મલ બેટરી સોલ્‍યુશન્‍સ, બેટરી મેનેજમેન્‍ટ સિસ્‍ટમ્‍સ અને વ્‍હીકલ ટેલિમેટિક્‍સ સોલ્‍યુશન્‍સ વિકસાવ્‍યા છે. તેની પ્રોડક્‍ટ ઓફરને વિસ્‍તૃત કરવા અને લાસ્‍ટ માઈલ મોબિલિટી ગ્રાહકોની જરૂરિયાતોને વધુ સારી રીતે સેવા આપવા માટે એજીપીએલે હવે સૌથી વિશ્વસનીય હોન્‍ડા મોબાઇલ પાવર પેક ઇઃ સ્‍વેપ અને વાલેઓ પાવરટ્રેન સિસ્‍ટમ સાથેના પ્રોટોટાઇપ કાર્ગો અને પેસેન્‍જર વાહન વિકસાવવા હોન્‍ડા પાવર પેક એનર્જી ઈન્‍ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને વાલેઓ સાથે હાથ મિલાવ્‍યા છે. એજીપીએલ ફિલ્‍ડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઈ-વ્‍હીકલ લોન્‍ચ કરશે. સ્‍વેપિંગ બેટરી સાથેનું વાહન વાલેઓની સંકલિત કોમ્‍પેક્‍ટ ઇલેક્‍ટ્રિક પાવરટ્રેન સિસ્‍ટમથી સજ્જ હશે. એજીપીએલ તરફથી આ વર્લ્‍ડક્‍લાસ સ્‍વેપેબલ સોલ્‍યુશન અમારી ફલીટ અને વ્‍યક્‍તિગત ગ્રાહકોને માલિકીની કુલ કિંમત  અને શરૂઆતના મૂડી ખર્ચને ઘટાડવા માટે સક્ષમ બનાવશે.

(3:48 pm IST)