Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

મહિલા મિલન કલબ આયોજીત અલૌકીક શ્રીમદ ભાગવત કથા સંપન્‍ન

કોરોનામાં અવસાન પામેલ સંસ્‍થાના બહેનો તથા પરિવારજનોના મોક્ષાર્થે : પૂ.શાસ્‍ત્રી ભાવેશભાઇ પંડયાએ કથાનું રસપાન કરાવ્‍યું: ‘અકિલા' પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા, કુંડલીયા પરિવાર, પુરૂષોતમભાઇ પીપળીયા અને રાજુભાઇ પોબારૂની પ્રેરક ઉપસ્‍થિતી

રાજકોટ : સમાજની ભગિનિઓના સર્વાંગી વિકાસ અર્થે સામાજીક, શૈક્ષણીક, રચનાત્‍મક, સેવાકીય, સાંસ્‍કૃતિક, આધ્‍યાત્‍મીક ક્ષેત્રે વિવિધ પ્રવૃતિઓ કરતી રાજકોટની અગ્રીમ હરોળની સંખ્‍યા એટલે મહિલા મિલન કલબ, આ સંસ્‍થા દ્વારા મહામારી કોવિડ-૧૯માં મૃત્‍યુ પામેલ સંસ્‍થાના બહેનો તથા પરિવારોના મોક્ષાર્થે ચૈત્ર માસમાં મૃત્‍યુ પામેલા પિતૃઓના મોક્ષાર્થે એક ભગીરથ અને ઉમદા કાર્ય શ્રીમદ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું આયોજ કરવામાં આવ્‍યું છે. જેમાં વ્‍યાસપીઠ પર રાજકોટ નિવાસી આંતર રાષ્‍ટ્રીય પુષ્‍ટીમાર્ગીય ભાગવતાચાર્ય પ.પૂ.શાષાીજીશ્રી ભાવેશભાઇ એલ.પંડયા (મુખ્‍યાજીદાદા) બિરાજમાન થઇ સંગીતની સુરાવલી સાગે જ્ઞાનપ્રેરક વાણી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવેલ હતું.
આ પાવન,ધાર્મિક,દિવ્‍ય અને ભવ્‍ય પ્રસંગના માર્ગદર્શક અને લોહાણા શ્રેષ્‍ઠી અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમ સંસ્‍થાના મહિલા પ્રમુખ રીટાબેન ભૂપેન્‍દ્રભાઇ કોટકે જણાવેલ.
સ્‍વ.મીનાબેન જયંતિભાઇ કુંડલિયા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન અને મુખ્‍ય દાતા પરિવાર શ્રી સતિષભાઇ કુંડલિયા, રીટાબેન સતિષભાઇ કુંડલિયા તેમજ ડો.બીનાબેન કુંડલિયા જણાવેલ કે આવા ધાર્મિક સુંદર કાર્યક્રમ દ્વારા સમાજની અંદર પરિવર્તનના બીજ રોપી શકાય.
રાજકોટના અધિક કલેકટર શ્રી કેતનભાઇ ઠક્કર તથા આરતીબેન ઠક્કરે જણાવેલ કે કોરોનામાં શ્રીજી ચરણ પામેલ બહેનો માટે તથા તેમના પરિવારોના મોક્ષાર્થે બહેનો દ્વારા બહેનો થકી અને બહેનો માટે યોજાયેલ આ જ્ઞાનયજ્ઞ ખરેખર સરાહનીય છે.
આ પ્રસંગે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ અને સમાજની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ શ્રી રાજુભાઇ પોબારૂ, અંકિત એસ્‍ટેટના પ્રોપરાઇટર શ્રી દિલીપભાઇ સોમૈયા, રાજકોટ કોર્મશીયલ કો.ઓપરેટીવ બેંકના ચીફ એકઝીકયુકેટીવ ઓફીસરશ્રી પુરૂષોતમભાઇ પીપળીયાએ પણ અભિનંદન પાઠવ્‍યા હતા.
મહિલા મિલન કલબ દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્‍ય-દિવ્‍ય અને અલૌકીક દૈદીપ્‍યમાન આયોજનમાં બહેનો દ્વારા વિવિધ મનોરથોમાં કથા પ્રારંભમાં બેન્‍ડવાજાની સુરાવલી સાથે વાજતે ગાજતે ધામધુમ સાથે ફટાકડા ફોડતા ફોડતા બગીમાં, પ્રોસેશનમાં ભાગવતાચાર્ય પ.પૂ.ભાવેશભાઇ પંડયા શાષાીજી, રાજકોટ લોહાણા મહાજનના હોદ્દેદારો, મહેમાનો, દાતાઓની અને પાટલાપોથી યજમાનોની ઉપસ્‍થિતીમાં શોભાયાત્રા નિકળી હતી.
આ ભગીરથ કાર્યમાં ઉદ્યોગપતિ શ્રી તેમજ દાતા પરિવાર શ્રી રમેશભાઇ જીવાણી, કિરીટભાઇ જીવાણી, કિશોરભાઇ જીવાણી, ડો.નિશાંતભાઇ ચોટાઇ, રીટાબેન યોગેશભાઇ પુજારા, નીકીતાબેન નરેન્‍દ્રભાઇ નથવાણી, કિશોરભાઇ ડાયાભાઇ કોટેચા, તુષારભાઇ ગોકાણી, નરેન્‍દ્રભાઇ કેસરીયા, સુરેશભાઇ કક્કડ,
ધવલભાઇ ખખ્‍ખર, શૈલેષભાઇ પાબારી, હીરેનભાઇ ખખ્‍ખર, હિતેષભાઇ બગડાઇ, સુરેશભાઇ મોરજરીયા, હર્ષદભાઇ મોરજરીયા, પ્રદિપભાઇ કાનાબાર, રમેશભાઇ ઠક્કર, રામભાઇ બરચ્‍છા, અશ્‍વીનભાઇ વિઠલાણી, પ્રીતીબેન પ્રિયવદનભાઇ કક્કડ, અમીતભાઇ રૂપારેલીયા, હસુભાઇ ભગદેવ, પ્રભુદાસભાઇ તન્‍ના, જયોત્‍સનાબેન માણેક, પ્રફુલાબેન રાયઠઠા, અલ્‍પાબેન બરચ્‍છા, જયશ્રીબેન સેજપાલ, પ્રકાશભાઇ ચોટાઇ, કિશનભાઇ માણેક, તેમજ ઓસ્‍ટ્રેલીયા ખાસ જયભાઇ રાયચુરા, કરણભાઇ રાયચુરા તેમજ કેનેડાથી ઉદીતાબેન જાની, હૈદ્રાબાદથી ખાસ સ્‍મીતાબેન ગઢીયા, મહારાષ્‍ટ્રથી ભાવેશભાઇ ભોજાણી, ગીરીશભાઇ ભોજાણી, ભરૂચથી હીનાબેન ભોજાણી તેમજ મુકેશભાઇ દોશી, સુનીલભાઇ વોરા, નલીનભાઇ તન્‍ના, મીતલભાઇ ખેતાણી, ધીરૂભાઇ કાનાબાર, મનુભાઇ મીરાણી, યોગેશભાઇ જસાણી, અશોકભાઇ હીંડોચા, વીજયભાઇ કારીયા તેમજ અન્‍ય દાતાઓ/ સમાજ શ્રેષ્‍ઠીઓ તેમજ વિવિધ સંસ્‍થાના હોદેદારો ઉપસ્‍થિત રહેલ.
વિશેષમાં સંસ્‍થાના પ્રમુખ શ્રીમતી રીટાબેન જોબનપુત્રા-કોટકે જણાવેલ છે કે સમાજની દીકરીઓ અને બહેનોના સર્વાગી વિકાસ થાય એવા ઉમદા હેતુસર સંસ્‍થા દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું બેનમુન આયોજન કરવામાં આવે છે. સંસ્‍થા દ્વારા મેડીકલ ક્ષેત્રે નિષ્‍ણાંત તબીબીઓ જેમાં બહેનો માટે ગાયનેક ડોકટરના સહકારથી વિવિધ રોગના નિદાન સારવાર કેમ્‍પનું આયોજન કરી બહેનોને સહાયરૂપ થાય છે. તેમજ સર્વના નિરોગી સ્‍વાસ્‍થય માટે યોગા - પ્રાણાયમ-જુંબા કલાસીસનું પણ આયોજન કરવામાં આવે છે. શૈક્ષણિક ક્ષેત્રે પરિવારના બહેનોના બાળકોને તથા સંસ્‍થાના બાળકોની તેજસ્‍વીતાનું સન્‍માન કરી પુરષ્‍કાર/શિલ્‍ડ/મેડલ/મોમેન્‍ટો અર્પણ કરી પ્રોત્‍સાહીત કરવામાં આવે છે. તેમજ સમાજની બહેનો સાંસ્‍કૃતિક ક્ષેત્રે તેઓની પ્રતિભાને પ્રજજવલીત કરી શકે તે માટે પ્રત્‍યેક માસમાં બહેનો બાળકો માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમજ વ્‍યવસાય ક્ષેત્રના વિવિધ કાર્યક્રમો દ્વારા બેહનો સ્‍વાવલંબી બને અને આત્‍મનિર્ભર બને તેવા ઉદેશથી વ્‍યવસાયીક સેમીનારનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઘરે બેસીને પોતાના સમયે કોમ્‍યુનીકેશન કરી અને આર્થિક ઉપાર્જન કેમ કરી શકે તેની તાલીમ પણ આપવામાં આવે છે. ધાર્મિક, પ્રવૃતિ, આધ્‍યાતિક પ્રવૃતિના ક્ષેત્રે સીનીયર સીટીઝનના બહેનો માટે શ્રીનાથજીની ઝાંખી, શ્રી રાંદલમાતાજીના લોટા, ભજન સંધ્‍યા, કૃષ્‍ણ જન્‍મોત્‍સવ, વગેરે ઉત્‍સવોનું આયોજન કરવામાં આવે છે.
 આ ભગિરથ કાર્યને સફળ બનાવવા રીટા ભુપેન્‍દ્ર કોટક-જોબનપુત્રા મો.૯૮૨૪૮ ૪૫૨૦૭ શિંગાળા, જગદીભાઇ ગણાત્રા, ભુપેન્‍દ્રભાઇ કોટક, ચંદુભાઇ રાયચુરા, અલ્‍કાબેન લાલ, તથા કારોબારી સભ્‍ય જયોતિબેન ગણાત્રા, લતાબેન રાયચુરા, જયોત્‍સનાબેન માણેક, અનિતાબેન પાઉં, પલ્લવીબેન પોપટ, રશ્‍મિબેન પંજવાણી, ખ્‍યાતિબેન રતનધારીયા, અલ્‍કાબેન ગોસાઇ, નયનાબેન સવાણી, યશભાઇ રાયચુરા, ગૌરવભાઇ બોદાણી, ચંદ્રેશભાઇ જોબનપુત્રા, ભાવેશભાઇ જોબનપુત્રા, મીતેષભાઇ કોટક, સોમીલભાઇ કોટક, દર્શનભાઇ કોટક, વિક્રમભાઇ કોટક વગેરે જહેમત ઉઠાવી હતી.(૩૭.૧૦)

મથુરાના કૃષ્‍ણમંદિરે લાઉડસ્‍પીકર પર ભજન-વગાડવાનું બંધ કર્યુ
મથુરા, તા.૨૧: ઉત્તર પ્રદેશના મુખ્‍ય પ્રધાન યોગી આદિત્‍યનાથે આપેલા આદેશને પગલે મથુરા શહેરના શ્રી કૃષ્‍ણ જન્‍મભૂમિ મંદિરના સંચાલકોએ સમગ્ર સંકુલમાં જુદી જુદી જગ્‍યાએ લગાડેલા લાઉડસ્‍પીકરો અને સાઉન્‍ડ સિસ્‍ટમને સ્‍વીચ ઓફફ કરી દેવામાં આવ્‍યા છે.
શ્રી કૃષ્‍ણ જન્‍મભૂમિ ટ્રસ્‍ટ અને શ્રી કૃષ્‍ણ જન્‍મસ્‍થાન સેવા સંસ્‍થાનના સેક્રેટરી કપિલ શર્માએ આ જાણકારી આપી છે. એમણે કહ્યું છે કે મંદિર સંકુલની અંદરની સૌથી ઊંચી ઈમારત - ભાગવત ભવનની ટોચ પર મૂકવામાં આવેલા લાઉડસ્‍પીકરોને ગઈ કાલથી જ સ્‍વિચ ઓફફ કરી દેવાયા છે. ભાગવત ભવનની અંદરની સાઉન્‍ડ સિસ્‍ટમનો અવાજ પણ એકદમ ઓછો રખાશે જેથી અંદર ગવાતા ભજન-કીર્તનનો અવાજ મંદિર સંકુલની બહાર ન જાય. મંદિરની ટોચ પરના લાઉડસ્‍પીકરો બંધ કરી દેવાયા છે. અગાઉ દરરોજ સવારે મંગળા આરતી વખતે તેમજ તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ વખતે આ લાઉડસ્‍પીકરોનો ઉપયોગ કરવામાં આવતો હતો

 

(3:48 pm IST)