Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

સદર પશુ દવાખાનાની જગ્‍યા ખાલી કરવાની નોટીસ સામે કબજેદાર કોર્ટમાં

જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગને નોટીસઃ ર૯મીએ સુનાવણી

રાજકોટ તા. ર૧ :.. જિલ્લા પંચાયત હસ્‍તકની સદર પશુ દવાખાનાની જગ્‍યામાં કવાર્ટરનો કબજો ધરાવનાર નિવૃત કર્મચારીના પરિવારજનોને જગ્‍યા ખાલી કરવા જિલ્લા પંચાયતે નોટીસ આપેલ. તેની પ્રતિક્રિયારૂપે કબજેદાર જગ્‍યા ખાલી કરાવવા સામે કોર્ટમાં ધા નાખ્‍યાનું જાણવા મળે છે. કોર્ટે જિલ્લા પંચાયતને નોટીસ આપી તા. ર૯ મીએ હાજર રહેવા જણાવ્‍યું છે.

જિલ્લા પંચાયત દ્વારા આ જગ્‍યાના કવાર્ટર પરના કબજાની કાયદેસરતા અને તેમાં વીજ જોડાણ સહિતની સુવિધા મેળવવાના મુદ્‌્‌ે ઉંડી તપાસ થઇ રહી છે. કારોબારી અધ્‍યક્ષે જરૂર પડયે અનઅધિકૃત કબજા અંગે ફોજદારી કાર્યવાહી કરવા તંત્રને તાકીદ કરી છે

(3:50 pm IST)