Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

જૈન સોશિયલ એક્‍ટિવિટી ક્‍લબ દ્વારા કે.કે.વી. હોલ ખાતે છાસ વિતરણ

રાજકોટઃ જૈન સોશ્‍યલ એક્‍ટિવિટી કલબ દ્વારા આયોજિત અને દાતા પરિવારના સહયોગથી ઉનાળાના ઉકળાટભર્યા વાતાવરણમાં લોકોને ઠંડક પહોંચાડી માનવ સેવા એ જ પ્રભુ સેવા નું  ચરિતાર્થ કરી માંગલિક મંત્રનું પઠન બાદ રોજ બપોરે કેકેવી હોલ બ્રીજ નીચે ૨.૩૦ થી ૪ વાગ્‍યા સુધી ૨૦૦ લિટરથી પણ વધારે છાશ વિતરણ કાર્યનો શુભારંભ કરવામાં આવેલ છે આ શુભ કાર્યમાં સહભાગી થવા આપને ભાવ ભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જૈન સોશિયલ એક્‍ટિવિટી કલબ દ્વારા જીવ દયા માનવ સેવા અનાથ આશ્રમ વળદ્ધાશ્રમ જ્‍યાં જ્‍યાં જરૂરિયાત મંદ લોકો ને જરૂરિયાત પૂરી પાડે છે આની સાથે સાથે જૈન સમાજના ચારેય ફિરકાના પરિચય મેળા સમૂહ લગ્નનું પણ આવતા દિવસો મા આયોજન કરી રહ્યું છે.આ કાર્ય ની જહેમત  કેતનભાઈ સંઘવી,પરિમલભાઈ મહેતા, પ્રશાંત ભાઈ ચોકસી, જિજ્ઞાબેન વોરા, હર્ષિલ વોરા,  જશાભાઈએ જહેમત ઉઠાવી છે. વધુ માહિતી માટે કેતન સંઘવી ૭૭૭૮૯૫૨૪૪૮.

 

(3:50 pm IST)