Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

પરિણિતાનો કરીયાવર ઓળવી જવાના કેસમાં પતિ સહિતના સાસરીયાનો નિર્દોષ-છુટકારો


રાજકોટ,તા. ૨૧ : રાજકોટ બાલાજી હોલ પાછળ ૧૫૦ ફુટ રીંગ ઉપર રહેતા વિશ્વાબેન કૌશીકભાઇ પટેલે તેના પતિ કેશોદ રહેતા ડો.કૌશીક પટેલ સાથે લગ્ન થયા બાદ તેઓ કરીયાવદરનો માલ-સમાન, સોના-ચાંદીના દાગીના, સર-સમાન, ૧૭ તોલાનો સેટ, ચેન, પંડલ, બુટી, વીંટી સહીતનાસ્ત્રીધનનાં ચીજવસ્‍તુ લઇને સાસરે ગયેલ હતા અને પ્રસંગોપાત સાસુ સસરા પાસેથી પહેરવા લઇ આવતા પછી પરત આપી દેતા આસ્ત્રીધનની ચીજ વસ્‍તુ નહીં આપતા પતિ સાસુ, સસરા સહીતના સામે કેસ કરેલ તે ચીજ જ્‍યુડી.મેજી.શ્રી મનસુરીમાં ચાલી જતા તમામને નિર્દોષ છોડી મુકતો હુકમ કરેલ છે.
ફરીયાદીએ જણાવેલ કે તે રીસામણે રાજકોટ રહેતા અને એસ્‍ટ્રોન ચોકમાં ડો.કાલાવડીયાએ સાહેબના દવાખાનામાં શીખવા જતા આ કામનાં ફરીયાદીના પતિ, સસરા કરશનભાઇ સાસુ રેખાબેન, મામીજી ઉર્મીલાબેન, નણંદ રીધ્‍ધીબેન સહીતના સામે પોતાના પતિ, સાસુ, સસરા સહીતના પોતાના કરીયાવરનો તથાસ્ત્રીધનનો માલ-સમાન વારંવાર માંગવા છતાં પણ નહીં આપી અને ઓળવી જવા માંગતા હોય, રાજકોટ મહીલા પોલીસ સ્‍ટેશનમાં તમામ સામે ફરીયાદી કરેલ.
ફરીયાદમાં પી.એસ.આઇ ચંદેરાએ આરોપી પતિ ડો.કૌશીક પટેલ સહીતના પાસેથી ફરીયાદીએ લખાવેલસ્ત્રીધન, કરીયાવરનો મુદ્દામાલ કબ્‍જે કરેલ હતો. અને આરોપી સામે પુરતો પુરાવો હોય, તેમની સામે ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરેલ હતી. આ કામના વંથલીના ડો.કૌશીક પટેલ સહીતના તમામ સામે રાજકોટના ચીફ જ્‍યુડી. મેજી.ની કોર્ટમાં ચાલી જતા તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ હતા.
આ કામના આરોપી ડો.કૌશીક પટેલ વિગેરે તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એસોસીએટસ તરફથી શ્રી અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, કલ્‍પેશ નસીત, કમલેશ ઉધરેજા, જીજ્ઞેશ વિરાણી, તારક સાવંત વિગેરે રોકાયેલા હતા.

 

(3:59 pm IST)