Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

સંત કબીરના નાલા પાસેથી વિક્રમ ઉર્ફે રાજ શંકાસ્‍પદ બાઇક સાથે પકડાયો

બી ડીવીઝન પોલીસે બાઇક કબ્‍જે કરી વિક્રમની પુછપરછ

રાજકોટ, તા., ૨૧: સંત કબીર રોડ પર નાલા પાસેથી બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે એક શંકાસ્‍પદ મોટર સાયકલ સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ સંત કબીર રોડ પર નાલા પાસે એક શખ્‍સ શંકાસ્‍પદ મોટર સાયકલ સાથે ઉભો હોવાની બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. કેતનભાઇ  નિકોલા  તથા કોન્‍સ. મિતેશભાઇ આડેસરાને બાતમી મળતા સંત કબીર રોડ પર નાલા પાસેથી એક નંબર વગરના બાઇક સાથે વિક્રમ ઉર્ફે રાજ દિપકભાઇ સોલંકી (ઉ.વ.૧૯) (રહે. માલધારી મફતીયાપરા બાપા સીતારામ ચોક પાસે)ને શંકાના આધારે રોકી લાયસન્‍સ તથા બાઇકના કાગળો માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે તેને પકડી પુછપરછ હાથ ધરી છે. આ કામગીરી પીઆઇ એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એમ.જાડેજા, એ.એસ. આઇ.એસ.એમ.માડમ, હેડ કોન્‍સ. કેતનભાઇ, પ્રકાશભાઇ, હેમેન્‍દ્રભાઇ વિશ્વજીતસિંહ, મિતેશભાઇ, મહેશભાઇ તથા કિશનભાઇ દ્વારા કરવામાં આવી હતી.

 

(4:00 pm IST)