Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

બાલભવનમાં ચેસ ટુર્નામેન્ટ

 બાલભવન ખાતે બ્રિલીયન્ટ ચેસ કલબ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવાામં આવ્યું હતું. જે ઉદ્દઘાટન કોર્પોરેટર નિલેશભાઇ જલુના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે વોર્ડ નં.૧૪ ના મહામંત્રી વિપુલભાઇ માખેલા, ચિરાગભાઇ મહેતા (ગ્લોબલ સર્વિસીસ) તથા ડો. નિમીષ પરીખ, માનસુરભાઇ વાળા, તેમજ અન્ય મહાનુભાવો સાથ ેજોડાયહતા. ટુર્નામેન્ટમાં ૬૬ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો તથા કુલ ૬ રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટમાં એકથી પાંચ એક પ્રાપ્ત કરનારને રોકડ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા .જેમાં પ્રથમ ક્રમે મન અકબરી, બીજા ક્રમે હર્ષિત ટી.-ઉપલેટા, ત્રીજા ક્રમે ઉદય જી પટેલ, ચોથા ક્રમે દર્શ બી.જોબનપુત્રા, પાંચમાં ક્રમે બ્રિજ દેરાસરી-સુરેન્દ્રનગર જાહેર થયા હતા. ઉપરાંત છ થી પંદરમાં ક્રમમાં આવનાર ખેલાડીઓને ઇન્ટરનેશલ ચેસ ક્રીટ આપીને બિરદાવવામાં આવ્યા હતા ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ માટે બ્રિલ્યન્ટ ચેસ કલબ તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. મહેશભાઇ ચૌહાણ, કૃણાલભાઇ કે.ભટ્ટી, રાજુભાઇ લાખલાણી, આર્બિટર તરીકે ધવલભાઇ શાહએ સેવા આપી હતી.

 

(3:30 pm IST)