Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

પંડિત રવિશંકરજીનું યાદગાર અંતિમ સિતારવાદન

આજે વિશ્વ સંગીત દિનઃ વિશ્વ યોગ દિન પણ આજે

‘‘પ્રશાંતમહાસાગર કરતાં પણ વધુ ઊંડાઇ ધરાવે છે. ભારતીય સંગીત જો તમારે આ સંગીતથી આધ્‍યાત્‍મિક શકિત વધારીને તેને જાણવી, અનુભવી હોય તો સૌ પહેલાં તેને સજ્જતાથી શિખવી પડે.'જે ત્‍યારબાદ એક વરદાન બની જાય આજે તો બીજાઓના સંગીત તે કાગળ ઉપરના તેના લખાણને વાંચી અમે વગાડીએ છીએ. પરંતુ ભારતીયો તો પોતે પોતાની કલ્‍પનાથી ર્સજેલો સંગીતને જીંવત કરે છે'.. આપણાં સંગીતનો હૃદયે બેસાડી આવો સુંદર શાબ્‍દિક ભાવ આપ્‍યો હતો, ૧૯૬૦ દશકના વિશ્વ વિખ્‍યાત વાયોલીન વાદક મેન્‍યુહિન યહુદીએ.
સંગીત વિશેનો આજના વિશ્વ સંગીત દિન નિમિત્તેનો આ લેખ લખવા બેસતાં જ, અગાઉ વાંચી-નોંધી રાખેલ ઉપરોકત વિધાન બાબતે સ્‍વાભાવિક છે કે તુરત જ યાદ આવી જાય ભારતીય મહાન સંગીત સર્જકો જેમણે આપણા સંગીત સર્જનમાં અમૂલ્‍ય યોગદાન આપ્‍યુ હોય એ સૌ માહેના એક સંગીત સમ્રાટ તે ‘‘ભારતરત્‍ન'' પંડિત રવિશંકરજી. જેમણે જગતને તંતુવાદ્ય સિતારન વિશ્વ સ્‍તરે સ્‍થાન અપાવ્‍યું તેઓના સિતારવાદનની મીસાલની મીમાશા તો કોઇ તેની કક્ષાના સંગીત જાણતલ વિદ્વાન જ આપી શકે. પરંતુ આ વિશ્વ સંગીત દિને અહીં વાત વર્ણવવી છે તેઓના જીવનના ફારવેલ, એટલેકે અંતિમ સિતારવાદન કાર્યક્રમની જે આપણા સૌના હૃદય તારને ઝણઝણાવી, મસ્‍તિકમાં અમીટછાપ છોડી જાય તેવી છે. એક સમયેના વર્લ્‍ડ ફેઇમસ સંગીતકારો બીટલ્‍સ બ્રધર્સે જેમને ગુરૂમાની લીધેલ હતા તે, પં.રવિશંકરજીનો આ ફીનાલે-અંતિમ કાર્યક્રમ યોજાયો હતો અમેરિકા ખાતેના કેલિફોર્નિયના ‘‘લોન્‍ગ બીચ'' પર. તારીખ હતી ૪ નવેમ્‍બર, ૨૦૧૨.ને એ તારીખે તેઓની ઉમર હતી, બાપરે..૯૨ વર્ષની !  ! આ આયોજન પછીના માત્ર પાંચમાં જ અઠવાડિયે તેઓ, તેઓના સંગીત ચાહકોના હૃદયમાં કાયમી સ્‍થાન સ્‍થાપન કરી એવર એકઝીટ કરી ગયા હતા.
સંગીત શ્રાવક પ્રેક્ષકોની ચિક્કાર ભરાયેલ હોલમાં પંડિતજી સાથે સિતાર સંગતની જુગલબંૅધી કરી હતી તેની જ સિતારવાદક પુત્રી અનુષ્‍કાએ તબલા સંગતમાં હતા યુવા સિતારવાદર પુત્રી અનુષ્‍કાએ તબલા સંગતમા હતા યુવા અનુભવી તન્‍મય બોસ. ઉમર ૯૨ની હોય સ્‍વાભાવિક છે કે તબિયત સારી ન જ હોય. ફેફસા નબળા પડી ગયા હોવાથી એ વખતે તેના નાકમાં ઓકસીજનની નળી ચઢાવી રાખવામાં આવી હતી. સ્‍ટેઇજની વીંગમાં પહેલેથી જ ડોકટરની ટીમ પણ હાજર હતી. આવી શારીરિક દિન દશાએ પંડિતજીએ પુત્રી અનુષ્‍કા સાથે સિતારના તારે ચિત્તમાં ચિરંજીવ અંકિત થઇ જાય તેવી ધૂન શરૂ કરી.૯૨ની જૈફવયના ગ્રેઇટર ધેન ગ્રેઇટેસ્‍ટ સંગીતકારના આ ફારવેલ કાર્યક્રમમાં તેની વૃધ્‍ધ આંગળઓ, ઉછળકુદ કરતા વહેતા ઝરણા જેમ સિતાર પરએ રીતે ફરતી રહેતી હતી જાણે દાદાજીના આંગણામાં નિબળ રમતા તેના પ્રપૌત્રો!! સિતાર વાદનના અંતિમ ચરણો પહોંચતા સુધીમાં તો ઓડીયન્‍સ ભાવ વિભોરતાની સમાધ અવસ્‍થાએ પહોંચી ગયું હતુ.ને પંડિતજીના જીવનનું આ છેલ્લું સિતાર વાદન સમાપ્ત થતાં જ, ૧૦૦-૨૦૦ વર્ષે જ કોઇ એકાદ જ જન્‍મતા આવા લીજેન્‍ડરી કલાકાર માટે તાલીઓના ગડગડાટથી હોલ ગાજી ઉઠયો. પોતાના સિતાર વાદનનો આ ફારવેલ, છેલ્લો જ કાર્યક્રમ હતો ને હવે પછી તે કયારેય સિતાર વાદન કરી શકવાની સ્‍થિતિમાં ન હોય તેવી તેના મનમાં ઉદ્‌ભવેલ ફિલિંગઝ વચ્‍ચે પડેલી તાલીઓની ‘‘ગાજે'', પંડિતજીની સંવેદનાઓને એકદમ હચમચાવી મૂકી. સૌનો ખરા દિલો-દિમાગથી આભાર વ્‍યકત કરતા હોય તેમ ઓડીયન્‍સને બે હાથ જોડી નાના બાળકની જેમ રડી ગયા. એ સાથે જ પંડિતજીને ફરી બમણા જોશની તાલીઓ સાથે સૌએ જબ્‍બરદસ્‍ત સ્‍ટેન્‍ડીંગ ઓવેશન આપ્‍યું ડ઼ૂસકા ભરતાં ભરતાં ફરી પ્રેક્ષકો તરફ બંને હાથ ઉચા કરી પંડિતજીએ આભાર વ્‍યકત કરતાનું એ દ્દષ્‍ય ત્‍યાં હોલમાં હાજર સૌ સંવેદનશીલ હૈયા માટે જીરવવું એકદમ વસમું બની રહ્યુ હતું  ભાવ વિભોર પંડિતજીને પુત્રી અનુષ્‍કા તથા તબલા સંગાથી તન્‍મયે સંભાળ્‍યા ત્‍યારે તે બંનેના હાથે ચુમી કરી મથે હાથ મૂકી જાણે પોતાના તરફથી અંતિમ આશીર્વાદ આપ્‍યા.
 બધું જ ખરી પડેલ વૃક્ષ સમો ચહેરો, માથા પર આછા પાતળા, પણ દાઢીએ શુભ ધવલ ઘટાટોપ બાલ, શરીર કૃશ છતાં આખોથી હટે નહિ તેવી તેની સંગીત સાધનોની ‘‘આભા'',‘‘એક ઓરો'' ઉપસાવતા આ સંગીતના ઘટાટોપ વડલા જેવાં પંડિતજીએ જયારે અંતે, વ્‍હીલ ચેર પર બેસી મંચ પરથી સૌ પ્રેક્ષકો તરફ હાથ ઉંચા કરતા કરતા ધીમે ધીમે વિદાય લીધી, ત્‍યારે સ્‍ટેન્‍ડીંગ ઓવેશનમાં ઉભેલા સૌની તાલીઓની ગાજ તો એટલા જ જોશથી ચાલુ જ હતી...બસ ચાલુ જ હતી. આજે વિશ્વ યોગ દિને યોગ મંત્રઃ યોગ એટલે સમજણપૂર્વકની શિસ્‍તબધ્‍ધતા, જીવનના દરેક કાર્યોમાઃ

..ને રવિશંકરજી રડી પડયા...
સોસ્‍યલ મિડીયામાં વાયરલ ૯૨ વર્ષિય પંડિત રવિશંકરજીના જીવનનો, અમેરિકામાં યોજાયેલ અંતિમ ફારવેલ સિતારવાદનનો કાર્યક્રમ, પંડિતજી તેમજ ત્‍યાં હાજર, હજારો સંગીત ચાહકો, બંને માટે અત્‍યંત સંવેદના અને લાગણીઓનો મહેરામણ છલકાવી જાય તેવો રહ્યો હતો. પ્રેક્ષકોના સ્‍ટેન્‍ડીંગ ઓવેશન સાથેના જબ્‍બરદસ્‍ત તાલીનાદ સાથેની રવિશંકરજીને મળેલ વધામણીથી ગદ્‌ગદ્‌ થઇ, આભાર વશતાથી, પ્રેક્ષકોને બે હાથ જોડી તેઓ નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા.
 

 

કૌશિક સિંધવ
૭૩૫૯૩ ૨૬૦૫૧

(4:04 pm IST)