Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

શનિ- રવિ ગરમીનો પારો ૪૦ ડીગ્રીને વટાવશે

પવનો જમીન ઉપરથી સમુદ્ર ઉપર જતાં હોય તા.૨૫ થી ૨૮ સુધી ગરમી વધશે :ગુરૂ- શુક્ર તાપમાન ૩૯ ડીગ્રીએ પહોચશેઃ આવતા સપ્‍તાહના પ્રારંભથી પવન ફરી સમુદ્રથી જમીન ઉપર આવશે એટલે ગરમીમાં આંશિક ઘટાડો આવશેઃ એન.ડી.ઉકાણી

રાજકોટઃ ગત સપ્‍તાહના અંતમાં વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરથી ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળ્‍યો હતો. આ સપ્‍તાહથી ફરી ગરમીમાં વધારો જોવા મળ્‍યો છે. દરમિયાન આ અઠવાડિયાના અંત ભાગમાં એટલે કે ગુરૂ- શુક્ર મહતમ તાપમાન ૩૯ ડીગ્રી આસપાસ અને શનિ- રવિ પારો ૪૦ ડીગ્રીને પણ વટાવી જશે. તેમ હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને હવામાન શાષાી શ્રી એન.ડી.ઉકાણીએ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.

તેઓએ જણાવેલ કે તા.૨૫ થી ૨૮ માર્ચ સુધી પવન લેન્‍ડબ્રીજ એટલે કે જમીન ઉપરથી સમુદ્ર ઉપર જશે જેથી ગરમીમાં વધારો થશે. ત્‍યારબાદ ‘સી' બ્રીજના પવનો શરૂ થશે એટલે કે ૨૮મીથી ફરી પવન સમુદ્ર ઉપરથી જમીન ઉપર ફૂંકાશે. જેથી આવતા સપ્‍તાહના પ્રારંભથી એક સપ્‍તાહ સુધી તાપમાનમાં ઘટાડો આવશે. આવતા સપ્‍તાહમાં ગરમીનો પારો ૩૭ ડીગ્રીની આજુબાજુ રહેશે.

જયારે તા.૨૫, ૨૬ (ગુરૂ- શુક્ર) ૩૯ ડીગ્રી તેમજ તા.૨૭, ૨૮ (શનિ- રવિ) ગરમીનો પારો ૪૦ ડીગ્રીને પણ વટાવી જશે.

ઉલ્લેખનિય છે કે  ગત રવિવારે મહતમ તાપમાન ૩૮.૫ ડીગ્રી અને ગઈકાલે સોમવારે  તાપમાન ૩૮.૮ ડીગ્રી નોંધાયું હતું. આમ, હાલ ગરમીનો પારો ૩૮ થી ૩૯ ડીગ્રી આસપાસ ઘુમી રહ્યો છે.

(11:22 am IST)