Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

કોરોના બેફામ રાજકોટમાં આજે બે મોતઃ બપોર સુધીમાં ૫૦ કેસ

કુલ કેસનો આંક ૧૭,૭૭૩એ પહોંચ્યોઃ અત્યાર સુધીમાં ૧૭,૦૬૬ લોકોએ કોરોનાને હરાવ્યો

રાજકોટ, તા.૨૩:  વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન શહેર-જીલ્લામાં  આજે બે મૃત્યુ થયા છે. જયારે બપોર સુધીમાં ૫૦ કેસ નોંધાયા છે.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૨૨નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૨૩નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના બે દર્દીઓએ દમ તોડ્યો છે.સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે બે પૈકી એક  મૃત્યુની નોંધ થઇ છે.શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૪૬૫ પૈકી ૧૧૧૨ બેડ ખાલી છે.

બપોર સુધીમાં કોરોનાની ફીફટી

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૫૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૭,૭૭૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૧૭,૦૬૬ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૬.૨૯ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ  ૨૭૪૩  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૨ં૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૫૯  ટકા થયો  હતો. જયારે ૮૧  દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૬,૩૯,૯૪૨ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૭,૭૭૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૭૭ ટકા થયો છે.

(4:03 pm IST)