Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

બાલાજી હોલ પાછળ બેકબોન પાર્કમાંથી હરસુખભાઇની ૧૦ લાખની સ્કોર્પિયો 'છૂ'

રાજકોટ તા. ૨૩: દોઢસો ફુટ રીંગ રોડ બાલાજી હોલ પાછળ બેકબોન પાર્કમાં રહેતાં મંડપ સર્વિસના ધંધાર્થીની દસ લાખની સ્કોર્પિયો કોઇ ઘર પાસેથી લોક તોડી ચોરી જતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરી છે.

બનાવ અંગે તાલુકા પોલીસે પડધરીના દહીંસરડા ગામના વતની હાલ બાલાજી હોલ પાસે બેકબોન પાર્ક-૧માં રહેતાં અને મંડપ સર્વિસનો ધંધો કરતાં હરસુખભાઇ જીણાભાઇ કોઠીયા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. હરસુખભાઇએ જણાવ્યું હતું કે ૨૪/૨/૨૧ના રાતે દસેક વાગ્યે હું ગામડેથી કાળા રંગની સ્કોર્પિયો જીજે૦૩એલબી-૮૮૨૦ લઇને રાજકોટ મારા ઘરે આવ્યો હતો. સ્કોર્પિયો ઘર નજીક લોક કરીને હું, મારો પુત્ર અને પત્નિ સુઇ ગયા હતાં. ૨૫/૨ના સવારે સાડા છએક વાગ્યેમ ારા પત્નિ ભાવનાબેન જાગ્યા ત્યારે શેરીમાં અમારી સ્કોર્પિયો જોવા ન મળતાં તેણે મને જગાડતાં મેં અને પુત્ર વિમલે મળી આસપાસના શોધખોળ કરી હતી. આટલા દિવસ સુધી અમે અમારી રીતે તપાસ કરતાં હતાં.

કારમાં ફુલ વીમો ન હોઇ જેથી ફરિયાદ પણ નોંધાવી નહોતી. પણ ગાડી ઉપર લોન ચાલુ હોઇ જેથી ફરિયાદ કરવી પડી હતી. કોઇ રૂ. ૧૦ લાખની સ્કોર્પિયો અમારા ઘર પાસેથી ચોરી ગયું હતું. હેડકોન્સ. કે.આર. કુવાડીયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:10 pm IST)