Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

૩૦ હજારનો દેશી દારૂ ભરેલી ટાટાસુમો સાથે એરપોર્ટ પોલીસે રામદેવ ચોૈહાણને પકડ્યો

માંડા ડુંગર પાસે રહેતાં બેડલા આંગણવાડી પાસે આંતરી લેવાયો

રાજકોટઃ બેડલા ગામ આંગણવાડીની બાજુમાંથી એક સફેદ રંગની ટાટાસુમો જીજે૦૧કેએમ-૯૨૪૬માં દેશી દારૂના જથ્થા સાથે નીકળવાની બાતમી એરપોર્ટ પોલીસ સ્ટેશનના કોન્સ. યશપાલસિંહ ઝાલા, રોહિતસિંહ પરમાર, કનુભાઇ ભમ્મરને મળતાં ગાડીને પકડી લઇ તપાસ કરતાં અંદરથી રૂ. ૩૦ હજારનો ૧૫૦૦ લિટર દારૂનો જથ્થો મળી આવતાં ચાલક માંડા ડુંગર પાસે બજરંગ પાન નજીક ભીમરાવનગરમાં રહેતાં રામદેવ ભરતભાઇ ચોૈહાણ (ઉ.૨૬) સામે ગુનો નોંધી તેને સકંજામાં લીધો હતો. આ દારૂનો જથ્થો રાજકોટમાં ઘુસાડવાનો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ. સી. વાળા, પીએસઆઇ એચ.આર. હેરભા, એએસઆઇ રાણાભાઇ ચીહલા, હેડકોન્સ. અશોકભાઇ કલાલ, સામતભાઇ ગઢવી, યોગેન્દ્રભાઇ ચોૈહાણ, કોન્સ. મહાવીરસિંહ ચુડાસમા, દિવ્યરાજસિંહ, ચુડાસમા, યશપાલસિંહ, રોહિતસિંહ, કનુભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

દારૂ ભરેલી આ ગાડી બેડલા નજીકના ગામમાંથી વનરાજ નામના શખ્સે આપ્યાનું અને શાપર તરફ લઇ જવાની હોવાનું રામદેવે રટણ કર્યુ હોઇ વિશેષ પુછતાછ હાથ ધરાઇ છે.

(1:11 pm IST)