Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

મશ્કરી મામલે મારામારીઃ ભોમેશ્વરવાડીના તોશીફ શેખ અને રિઝવાન ઠેબા પર ધોકા-પાઇપથી હુમલો

જામનગર રોડ પ્રેસ કોલોની પાસે રાત્રે ડખ્ખોઃ વિરેન્દ્ર ગોસ્વામી, રાહુલ ગોસ્વામી અને ગોૈરાંગે હુમલો કર્યાની ફરિયાઘ્: બંનેને સારવાર લેવી પડી

રાજકોટ તા. ૨૩: ભોમેશ્વરવાડીમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં  યુવાન તથા તેના મિત્ર પર રાત્રે જામનગર રોડ પ્રેસ કોલોની પાસે અગાઉ મશ્કરી બાબતે થયેલા મનદુઃખનો ખાર રાખી લોાકડી-પાઇપથી હુમલો કરવામાં આવતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવ સંદર્ભે ગાંધીગ્રામ પોલીસે ભોમેશ્વર વાડી-૩ રેલ્વે ફાટક પાસે ચાંદ રોશની મકાનની બાજુમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં તોશિફ મહમદરફીક શેખ (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી વિરેન્દ્ર ગોસ્વામી, રાહુલ ગોસ્વામી અને ગોૈરાંગ સામે ગુનો નોંધ્યો છે.

તોશીફે ફરિયાદમાં જણાવ્યું છે કે વિરેન્દ્રએ મારી મશ્કરી કરી હોઇ તે બાબતે અમારી વચ્ચે બોલાચાલી થતાં મનદુઃખ સર્જાયું હતું. સોમવારે રાતે સાડા દસેક વાગ્યે હું જામનગર રોડ પ્રેસ કોલોનીના ગેઇટ અંદર હતો ત્યારે વિરેન્દ્ર સહિતના આવ્યા હતાં અને અગાઉના મનદુઃખનો ખાર રાખી મને ગાળો દેતાં તેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ ત્રણેયએ લોખંડના પાઇપ અને લાકડીથી હુમલો કરી મને માર માર્યો હતો.

આ વખતે મને બચાવવા માટે મિત્ર રિઝવાન મહમદભાઇ ઠેબા (ઉ.વ.૩૧) વચ્ચે પડતાં તેને પણ આ શખ્સોએ માર મારી વાંસામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. તેમજ પગમાં પણ ઇજા કરી હતી. આ ઉપરાંત અમને બંનેને મારી નાંખવાની ધમકી આપી હતી.

બંને મિત્રો સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ગાંધીગ્રામના પીએસઆઇ ટી. ડી. બુડાસણાએ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

(1:11 pm IST)