Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

અર્જુન ખાટરિયા કહે છે કે તટસ્થ તપાસ આવકાર્ય

કામ મંજુર કરનાર સમિતિના ચેરમેનો ભાજપના જ હતા

રાજકોટ, તા. ૨૩ :. કોંગ્રેસના શાસનમાં જિલ્લા પંચાયત કચેરીના રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર થયાના ભૂપત બોદરના આક્ષેપ અંગે કોંગી અગ્રણી પૂર્વ કારોબારી ચેરમેન અર્જુન ખાટરિયાએ જણાવેલ કે સિમેન્ટ રોડના ટેન્ડરની મંજુરી પ્રક્રિયા અને કામગીરી બાંધકામ તથા કારોબારી સમિતિ સાથે જોડાયેલી છે. કોંગ્રેસમાંથી બળવો કરીને જુલાઈ ૨૦૧૭થી ભાજપ સાથે જોડાયેલા મગનભાઈ મેટાળિયા તે વખતે બાંધકામ સમિતિમાં અને કે.પી. પાદરિયા કારોબારી સમિતિમાં ચેરમેન હતા. ભાજપના સમર્થનથી જ બન્ને સમિતિઓની રચના થઈ હતી. જે તે વખતે સમિતિઓની કામગીરીમાં ભાજપનું જ જોડાણ હતુ. સિમેન્ટ રોડના કામમાં ગેરરીતિ થઈ હોય તો તપાસ આવકાર્ય છે. તટસ્થ તપાસના અંતે સત્ય બહાર આવે અને નિયમ મુજબની કાર્યવાહી થાય તેવુ કોંગ્રેસ ઈચ્છે છે.

(1:14 pm IST)