Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

સાવરકુંડલા પંથકની સગીરાનું અપહરણ અને પોકસોના ગુનામાં ફરાર હરેશ સોલંકી ઝડપાયો

ચાર સંતાનોનો પિતા હરેશ એક માસથી ફરાર હતોઃ ક્રાઈમ બ્રાંચની ટીમે અમદાવાદ હાઈવે જીઆઈડીસી પાસેથી દબોચ્યો

રાજકોટ, તા. ૨૩ :. અમરેલીના જાફરાબાદ પંથકની ૧૬ વર્ષની સગીરાનું અપહરણ અને પોકસોના ગુનામાં એક માસથી ફરાર શખ્સને ક્રાઈમ બ્રાંચની ટીમે અમદાવાદ હાઈવે જીઆઈડીસી પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સૂચના આપતા ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.જે. જાડેજા, એએસઆઈ જયેશભાઈ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, રાજદીપસિંહ ગોહીલ, હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર, મહિલા કોન્સ. ગાયત્રીબા ગોહીલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એ.એસ.આઈ. જયેશભાઈ તથા હેડ કોન્સ. મહેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે અમદાવાદ હાઈવે જી.આઈ.ડી.સી. પાસેથી સાવરકુંડલા પોલીસ મથકમાં નોંધાયેલ સગીરાના અપહરણ અને પોકસોના ગુનામાં એક માસથી ફરાર હરેશ રવજીભાઈ સોલંકી (ઉ.વ. ૨૪) (રહે. ધોળાદ્રી, તા. જાફરાબાદ, અમરેલી)ને પકડી લીધો હતો અને અપહૃત સગીરાને મુકત કરાવી હતી. હરેશ સોલંકીની પૂછપરછ કરતા પોતાને ચાર સંતાન છે. તેણે એક મહિના પહેલા ૧૭ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી સાવરકુંડલાના ધનડી ગામે લઈ ગયો હતો. બાદ ટંકારા અને ત્યાંથી તે સગીરાને લઈને રાજકોટ આવતા ક્રાઈમ બ્રાંચની ટીમે તેને દબોચી લીધો હતો. બાદ તેને સાવરકુંડલા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

(2:50 pm IST)