Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

'તુ અમારા સ્ટેટસને લાયક નથી, તારા માતા -પિતાએ કાંઇ શીખવાડયુ નથી' કહી પરિણિતાને ત્રાસ

પોરબંદર રહેતા પતિ નિરજ લોઢીયા, સાસુ રીટાબેન, જેઠ હાર્દિક અને જેઠાણી ચાંદની સામે ગુનો

રાજકોટ,તા. ૨૩: ગોંડલ રોડ અંબાજી કડવા પ્લોટ વૃંદાવન સોસાયટીમાં માવતર ધરાવતી પરિણીતાને પોરબંદરમાં પતિ, સાસુ,જેઠ અન જેઠાણી ' તુ અમારા સ્ટેટસને લાયક નથી, તારા માતા-પિતાએ કાંઇ શીખવાડ્યુ નથી' કહી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ સ્વામીનારાયણ ચોક અંબાજી કડવા પ્લોટ વૃંદાવન ૪/સીમાં માવતરના ઘરે રહેતા શિવાનીબેન નિરજભાઇ લોઢીયા (ઉવ.૨૪)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પોરબંદર ડો.કરગથરાવાળી ગલી ક્રિષ્ના પાર્કમાં જવેરી બંગલોમાં રહેતા પતિ નિરજ મનસુખભાઇ લોઢીયા સાસુ રીટાબેન મનસુખભાઇ લોઢીયા, જેઠ હાર્દિક મનસુખભાઇ લોઢીયા, અને જેઠાણી ચાંદની લોઢીયાના નામ આપ્યા છે. શિવાનીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના લગ્ન પોરબંદર ખાતે રહેતા નિરજ લોઢીયા સાથે થયા હતા. લગ્ન બાદ પોતે પોરબંદર સંયુકત પરિવારમાં રહેતા હતા. લગ્નના થોડા સમયબાદ પતિ, સાસુ, જેઠ અને જેઠાણી નાની નાની બાબતમાં ઝઘડો કરી મેણાટોણા મારતા હતા. અને ઘરકામ તથા રસોઇ બાબતે ન બોલવાનું બોલતા અને કહેતા કે ' તારા માતા -પિતાએ તને કાંઇ શીખવાડ્યુ નથી, તને તો રસોઇ પણ કરતા આવડતુ નથી તેમ મેણા ટોણા મારતા હતા. તેમજ સાસુ, જેટ અને જેઠાણી અવાર નવાર કહેતા કે, તુ અમારા સ્ટેટસને લાયક નથી તેમ કહી સતત માનસીક ટોર્ચર કરી ઝઘડો કરી શારીરિક માનસીક ત્રાસ આપતા પોતે રાજકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પી.એસ.આઇ એચ.પી.ગઢવીએ તપાસ હાથ ધરી છે.

(2:51 pm IST)