Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

બાલાજી ફેબ્રીકેશનના પ્રોપરાઇટર સામે ચેક રિર્ટન થતાં અદાલતમાં થયેલ ફરીયાદ

રાજકોટ,તા.૨૩ : અત્રે કોઠારીયા રીંગ રોડ, શ્રીહરી ઈન્ડસ્ટ્રીઝ એરીયા, રાજકોટમાં ધંધો કરતા બાલાજી ફેબ્રીકેશનના પ્રોપરાઈટર જયેશ ડોડીયા વિરૂધ્ધ રાજકોટમાં ઋષિકેશ સ્ટીલ સપ્લાયર્સના નામે ધંધો કરતા પ્રોપરાઈટર ડેનીશ નારણભાઈ ડોબરીયાએ રાજકોટની અદાલતમાં આરોપીએ ખરીદ કેરલ માલની રકમ ચુકવવા આપેલ રકમ રૂ.૧,૧૦,૭૭૦/-નો ચેક રીટર્ન થતા, ફરીયાદ દાખલ કરતા રાજકોટના  . એડી. ચીફ જયુડી. મેજીએ  બાલાજી ફેબ્રીકેશનના પ્રોપરાઈટર જયેશ ગોરધનભાઈ ડોડીયા વિરૂધ્ધ અદાલતમા હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.  કેસની હકીકત જોઈએ તો, ઓસ્કાર એન્કલેવ, સાધુવાસવાણી કુંજ રોડ, રેલનગર, રાજકોટમાં ઋષિકેશ સ્ટીલ સપ્લાયર્સના નામે ધંધો કરતા પ્રોપરાઈટર ડેનીશ નારણભાઈ ડોબરીયાએ કોઠારીયા રીંગ રોડ, શ્રીહરી ઈન્ડસ્ટ્રીઝ એરીયા રાજકોટમાં ધંધો કરતા બાલાજી ફેબ્રીકેશનના પ્રોપરાઈટર જયેશ ગોરધનભાઈ ડોડીયા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે તહોમતદાર ફેબ્રીકેશનને લગત કામકાજ કરતા હોવાથી પાઈપ તથા સીટોની જરૂરત પડતા તહોમતદારે ફરીયાદી પાસેથી બીલની વિગતે માલ ખરીદ કરેલ, તે ખરીદ કરેલ માલની બીલની થતી ફરીયાદીની કાયદેસરની લેણી રકમ રૂ..૧,૧૦,૭૭૦- ચુકવવા આરોપીએ તેઓની બેંકનો ફરીયાદી ફરીયાદી જોગનો ચેક ઈસ્યુ કરી આપી આપેલ ચેક રીટન થશે નહિ

 ચેક માંહેનુ ફરીયાદીનું લેણુ વસુલાય જશે તેવા વચન, વિશ્વાસ અને ખાતરી આપી તેના આધારે રજુ કરેલ ચેક રીટર્ન થતા અને તેની જાણ આરોપીને કરવા છતા યોગ્ય -તિભાવથી પ્રત્યુતર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદનું લેણુ કે નોટીસનો રીપ્લાય ન આપતા પ્રથમથી જ ફરીયાદનું લેણુ ડુબાડવાનો બદ આશય ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્મેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂધ્ધ ચેક રીટર્ન સબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી પોતાના ધંધા અર્થે ખરીદ કરેલ માલની રકમ પરત કરવા ચેક આપી, તે પાસ થવા ન દઈ આરોપીએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્મેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઈ આરોપી બાલાજી કેબ્રીકેશનના પ્રોપરાઈટર જયેશ ગોરધનભાઈ ડોડીયાને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

 ઉપરોકત કામમાં ફરીયાદી ડેનીશ ડોબરીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા. 

(2:51 pm IST)