Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

પાટણવાવના ભાડેર ગામના ૧૬ લાખના દારૂના ગુનામાં પકડાયેલ ૪ આરોપીઓ રીમાન્ડ પર

રાજકોટ તા. ર૩ : પાટણવાવ તાબેના ભાડેર ગામ નજીકથી રૂ.૧૬ લાખના દારૂ પકડાવાના ગુન્હામાં પકડાયેલ ૪ આરોપીઓના ૯ દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કરવાનો ધોરાજીની કોર્ટે હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે બે દિવસ પહેલા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ગામ ભાડેરના તળાવ પાસેથી બાવળના કાટવાળી પાસેથી બાતમીના આધારે પાટણવાવ પોલીસનના પી.એસ.આઇ. વાય.બી.રાણા તથા સ્ટાફના માણસો દ્વારા રૂ.૧૬ લાખ ઉપરાંતના દારૂના જથ્થા સહિત કુલ રૂ.૩૬ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ટ્રક તથા એક અટીંગાકાર સહિત કબજે લઇ પ્રોહીબીશન કલમ ૬પ એઇ, ૧૧૬ બી, ૯૮(ર) વિગેરે મુજબનો ગુન્હો દાખલ કરેલ અને સ્થળ ઉપરથી પકડાયેલ આરોપીઓ (૧) અમિન અલારખાભાઇ સેતા, (ર) મહમદ ઉબેશ યાકુબ શેખ, (૩) ઇસ્તકારઅહમદ અબ્દુલગફાર ચોધરી, (૪) યુનુસભાઇ હાજીભાઇ સોઢાની ધરપકડ કરેલ હતી.

ધરપકડ કર્યા બાદ આરોપીઓની પુછપરછ કરતા ગુન્હા અનુસંધાને મહત્વની હકિકતો ખુલવા પામેલ હતો અને તપાસ કરનાર અમલદાર દ્વારા આરોપીઓની ધરપકડ કર્યા બાદ આરોપીઓની વધુ પુછપરછ માટે જરૂરીયાત લાગતા તમામ પકડાયેલ ચાર આરોપીઓને ધોરાજીની નામદાર કોર્ટમાં રજુ કરી આરોપીઓના દિન-૧૪ ના પોલીસ રીમાન્ડ માંગવામાં આવેલ હતા અને જુદા જુદા ૧ર મુદાઓ રજુ કરી રીમાન્ડ માંગવામાં આવતા અને આ રીમાન્ડ અરજીના સમર્થનમાં પ્રોહીબીશનના સ્પે.પી.પી.કમલેશ ડોડીયા દ્વારા તેના સમર્થનમાં દલીલો કરવામાં આવેલ હતી. તપાસ કરનાર અમલદાર દ્વારા રજુ કરવામાં આવેલ રીમાન્ડ અરજી, ફરીયાદ, પંચનામું, તેમજ બીજા સંલગન પોલીસ પેપર્સ તેમજ સ્પે. પી.પી.કમલેશ ડોડીયા દ્વારા બનાવને અનુરૂપ મુદાસર કરવામાં આવેલ દલીલોને માન્ય રાખી ધોરાજીના જજ શ્રી મોદી દ્વારા તમામ ૪ આરોપીના દિન-૯ ના પોલીસ રીમાન્ડ મંજુર કરેલ. આ કામમાં સરકાર તરફે સ્પે. પબ્લીક પ્રોસીકયુટર કમલેશ ડોડીયા દ્વારા દલીલો કરવામાં આવેલ હતી.

(2:52 pm IST)