Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

ઋષિ પરંપરાઓ શ્રેષ્ઠ આધ્યાત્મિક વિજ્ઞાન

નાનપણથી નિર્જળા ઉપવાસની સાચી ટેવ કેન્સર થવા દેતુ નથી : કેન્સરની મફત દવા, નિર્જળા ઉપવાસ : જ્ઞાનવત્સલ સ્વામી

હૃદયસ્પર્શી વાણી,જબરજસ્ત યાદશકિત અને ફળફળાટ અંગ્રેજી બોલતા જ્ઞાનવત્સલ્ય સ્વામીએ આધુનિક વૈજ્ઞાનિક સંશોધનનો કરતા પણ સનાતન ધર્મની આપણી ઋષિ પરંપરાઓ શ્રેષ્ઠ  આઘ્યાત્મિક વિજ્ઞાન છે.ઉપરાંત જો નાનપણથી જ સનાતન ધર્મની ઋષિ પરંપરાને અપનાવવામાં આવે તો મેડિકલક્ષેત્રના ટ્રીટમેન્ટની ઓછામાં ઓછી જરૂર પડશે.તેનું વિશ્લેષણ યુ-ટ્યુંબ ચેનલ દ્વારા હજારો લોકો સુધી પહોંચાડવાનું સારૂ કામ કરેલું છે.

(૧) કેન્સર માટે નું સંશોધન

   વર્ષ ૨૦૧૮ નું મેડિસિનનું નોબેલ પ્રાઈઝ જાપાનના તાસુકુ હોંજો અને અમેરિકાના જેમ્સ એલિસન નામના વૈજ્ઞાનિકોને મળેલું છે.કેન્સરના ઉપચાર માટે આ બંને વૈજ્ઞાનિકોએ તદ્દન સરળ ઉપાય તરિકે નિર્જળા ઉપવાસની થીયેરી રજૂ કરેલી હતી. સામાન્ય રીતે કેન્સરના ઉપચારમાં કિમોથેરાપી, રેડિયોથેરાપી, ઓપરેશન અને દવાનો ઉપયોગ થતો હોય છે. પરંતું આ બંને વૈજ્ઞાનિકોએ મહિનામાં બે વખત એટલે કે દર પંદર દિવસે એક વખત અને સમગ્ર વર્ષ દરમ્યાન ૨૦ જેટલા નિર્જળા ઉપવાસ કરવાનો ઉપાય   દર્શાવેલો.નિર્જળા ઉપવાસ દરમિયાન ૧૦ કલાક જેટલા સમય સુધી પાણીનું એક પણ ટીપુ લેવું નહીં.નિર્જળા ઉપવાસ દરમિયાન જયારે આપણા શરીરને ભૂખ લાગે છે ત્યારે શરીર પ્રથમ નબળા  ત્યારબાદ સડેલા અને છેલ્લે કેન્સરના શેલને ખાઈ જાય છે. અંતમાં પેટના અસિડો તેને દુર કરે છે. આ બંને વૈજ્ઞાનિકોએ એવી પણ વાત કરેલી કે જો તમે દરરોજ એક ચમચી લીંબુનો રસ પીવો તો પણ તમને કેન્સર થતું નથી. આપણે ત્યા ઉપવાસ પૂર્ણ થયા પછી ઉપવસીને લીંબુ સરબત આપવામાં આવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં પ્રમાણે કેન્સરના કોષોને મારવા માટે કે અન્ય રોગોની સામે લડવા માટે આપણા લોહીમાં લશ્કરના સ્વરૂપમાં રહેલા ષ્ગ્ઘ્ શેલ ઊપયોગી છે.આ ષ્ગ્ઘ્ શેલમાં રહેલા વ્ શેલ વધારે આક્રમક હોય છે.એક વ્ સેલ ૧૦૦૦ જેટલા કેન્સરના કોષોને મારી નાખવાની ક્ષમતા ધરાવે છે. આપણા બોડીમાં આવા વ્ શેલની સંખ્યા લાખોમાં હોય છે. તો પછી શા માટે કેન્સર થાય છે ? તેના માટે આપણી ખાણી-પીણી, ઊઠવા-બેસવા સુવા અને વિહાર કરવાની કુટેવોને કારણે વ્ શેલનો પાવર-પ્રભાવ ખૂબ જ દ્યટી જાય છે.જે કેન્સરના કોષોની સામે પૂરી તાકાતથી લડી શકતા નથી.

ટી શેલનો પાવર વધારવા માટે

આ બંને વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગો કરીને એવું તારણ આપેલું છે કે.આ વ્ શેલનો પાવર વધારવા માટે એક વર્ષમાં આશરે ૨૦ જેટલા ૧૦ કલાક માટે નિર્જળા ઉપવાસ કરવા જોઇએ જે શ્રેષ્ઠ ઉપાય છે.

ઋષિ પરંપરાનું આધ્યાત્મિક વિજ્ઞાન

સનાતન ધર્મમાં આપણા ઋષિઓએ હજારો વર્ષ પહેલા એકાદશી રહેવાની જે પરંપરા આપેલી હતી તે આ વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન કરતા પણ વધારે શ્રેષ્ઠ છે.કારણકે એકે એક એકાદશીનું આધ્યાત્મિક રીતે પણ વિશેષ મહત્વ છે.એક મહિનામાં બે એકાદશી આવતી હોય છે.આખા વર્ષમાં ૨૪ જેટલી એકાદશી રહેવાની હોય છે.

ઉપવાસનું ખોટું અર્થઘટન

એકાદશી કે અન્ય વાર-તહેવારમાં રહેવા માટે ઉપવાસ કરવાનો હોય છે.જેમા ફળાહાર લઈ શકાય છે.તેને બદલે ઉપવાસીઓ ઉપવાસના બહાને સામાન્ય દિવસોમાં જે કઈ ખાઈ છે. તેના કરતાં પણ વધારે નવી નવી મીઠાઈઓ અને તળેલું ખાઈ જાય છે.જે બરાબર નથી.

(૨)મેમરી અને વિલ પાવર વધારવા માટે

યુનિવર્સિટી ઓફ કોલંબિયા અને યુનિવર્સિટી ઓફ ફેલાડીસ્યાના વૈજ્ઞાનિકોએ ચાર હજાર લોકો ઉપર પ્રયોગો કરીને એવું

સંશોધન કરેલ કે જો લોકો ભારતીય બેઠક પ્રમાણે પલાઠી વાળી જમીન ઉપર બેસીને ભગવાનનુ સ્મરણ કરે તો તેમનો મેમરી અને વીલ પાવર વધી જાય છે.

ઋષિ પરંપરાનું આધ્યાત્મિક વિજ્ઞાન

સનાતન ધર્મમાં જમીન પર પલોઠી વાળીને જમવા બેસવું, પલાઠી વાળીને માળા કરવી બેઠા બેઠા તાલી વગાડીને કીર્તન કરવા.આ પણ એક પ્રકારનું  શ્રેષ્ઠ આધ્યાત્મિક વિજ્ઞાન છે.જે આપણે સૌ જાણીએ છીએ.પરંતુ અમલમાં મૂકતા નથી.

(૩)હાડકા બટકણા થઈ જવા(ઓસ્ટીયો પોરેસીસ) વૈજ્ઞાનિક ઉપાય

ઓકસફોર્ડ યુનિવર્સિટી ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિકોએ આઠ વર્ષના અંતે એવું સંશોધન કરેલું કે જો નાનપણથી જ દરરોજ પાંચ જેટલા દંડવત પ્રણામ કરવામાં આવે તો મોટી ઉમરે તેમના હાડકા બટકણા થતા નથી.

ઋષિ પરંપરાનું આધ્યાત્મિક વિજ્ઞાન

સનાતન ધર્મમાં ભગવાનને,વડીલોને આપણે દંડવત પ્રણામ કરીએ છીએ ઉપરાંત આપણા સૂર્યનમસ્કાર પણ એક પ્રકારનું શ્રેષ્ઠ આધ્યાત્મિક વિજ્ઞાન જ છે.

પહેલું સુખ તે જાતે નર્યા

     તો ચાલો આપણી સનાતન ધર્મની ભારતીય ઋષિઓની પરંપરાને અપનાવી સર્વે જીવોના સુખની કામના કરીને અનેક પ્રકારના રોગોથી બચીને પહેલું સુખ તે જાતે નર્યાનો આનંદ માણીએ.

સંદર્ભ : યુ-ટ્યુબ ચેનલ નિર્જળા ઉપવાસ કેન્સરની દવા Gyanvatsal Swami

લેખક : અશ્વિન ભુવા

મો : ૮૩૨૦૫૫૬૦૧૨

     ૯૪૨૮૮૮૯૫૬૦

(2:52 pm IST)