Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

રામનગરમાં શાસ્ત્રી કૌશિક ભટ્ટના વ્યાસાસને આયોજીત શ્રીમદ્દ ભગવદ્ ગીતા જ્ઞાનયજ્ઞમાં પૂ. જીજ્ઞેશદાદા (રાધે રાધે)ની ઉપસ્થિતિ

રાજકોટ :. શહેરના ગોંડલ રોડ પર આવેલ રામનગર વિસ્તારમાં સ્થિત શ્રી રામ મંદિરે તા. ૨૧ને રવિવારથી તા. ૨૭ને શનિવાર સુધી શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરાયુ છે. જેના વ્યાસાસને રાણસીકીના સુપ્રસિદ્ધ કથાકાર કૌશિકભાઈ ભટ્ટ બિરાજીને દરરોજ સાંજે ૪ થી ૬ સુધી કથાનુ રસપાન કરાવી રહ્યા છે. શ્રીરામનગર લતાવાસીઓ અને દર્શનાર્થીઓ દ્વારા આયોજીત કથામાં દરરોજ ૬ થી ૬.૩૦ સુધી જુદા જુદા વકતાઓ ગીતા વિશેના વિચારો રજૂ કરશે. જેમાં રવિવારે પૂ. જીજ્ઞેશદાદા (રાધે-રાધે)એ ગીતા વિષયક પ્રવચનનો લાભ આપ્યો હતો. આજે તા. ૨૩ને મંગળવારે શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ (રાજકોટ), તા. ૨૪ને બુધવારે શાસ્ત્રી જયુભાઈ મહેતા (રાજકોટ), તા. ૨૫ને ગુરૂવારે શાસ્ત્રી હીરેનભાઈ ત્રિવેદી (રાજકોટ) અને તા. ૨૬ને શુક્રવારે સાંજે ૬ થી ૬.૩૦ સુધી ડો. મહાદેવપ્રસાદ મહેતા (રાજકોટ) ગીતા વિષયક વિચારો રજૂ કરશે. શ્રીમદ્દ ભગવદ્ ગીતા જ્ઞાનયજ્ઞમાં હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કોરોના ગાઈડલાઈનના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. શ્રીમદ્દ ભાગવદ્ કથાનું 'શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ ઓફિશ્યલ' યુ-ટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ થઈ રહ્યુ છે.

(2:54 pm IST)