Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

કરાટેમાં રાજયકક્ષાએ ઝળકયા

ગુજરાત વાડો-કાઇ કરાટે ડો.એસોસીએશન દ્વારા જુનાગઢ ખાતે ગુજરાત રાજય કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા જીલ્લાઓમાંથી આશરે ૨૫૦ જેટલા કરાટે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. રાજકોટના ૬ સ્પર્ધકોએ કાતા અને કુમીતેમાં ૬ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ જીતીને રાજકોટ તથા તેમના કરાટે કોચ સેન્સેઇ સચિન ચૌહાણું નામ રોશન કર્યુ હતું. ગોલ્ડ મેડલ જીતનાર ઘોડાસરા નંદન, ગોસ્વામી કાર્તિકેય, પસાયા મલ્કેશ, પરમાર સિધ્ધરાજ, પંડયા પ્રથમ. સિલ્વર મેડલ જીતનાર વિસપરા તન્મય, પંડયા પ્રથમ, બ્રોન્ઝ મેડલ જીતનાર વિસપરા તન્મય, પસાયા મલ્કેશનો સમાવેશ થાય છે. બધા સ્ટુડન્ટસ છેલ્લા ૨ વર્ષથી પ્લાનેટ કરાટે કલાસીસમાં સેન્સેઇ સચિન ચૌહાણ અને સેન્સેઇ અમિસા મકવાણા પાસે તાલિમ લઇ રહયા છે.

(2:55 pm IST)