Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

એસટી રાજકોટ ડીવીઝનમાં ડીઝલ-મોટર મીકેનિક સહિતના પદ માટે એપ્રેન્ટીસ ભરતી

ર૪ માર્ચથી ફોર્મ મળશે ર૩ એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે

રાજકોટ તા. ર૩ :.. ગુ. રા. મા. વા. વ્ય. નિગમ, રાજકોટ વિભાગની એપ્રેન્ટીસોની ભરતી માટે રાજકોટ વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય મંત્રાલય, ટાયર પ્લાન્ટ-રાજકોટ તથા રાજકોટ-સુરેન્દ્રનગર, લીંબડી, મોરબી, ગોંડલ, ચોટીલા, વાંકાનેર, જસદણ, ધ્રાંગધ્રા ડેપો ખાતે એપ્રેન્ટીસ એકટ ૧૯૬૧ અન્વયે એપ્રેન્ટીસ ડીઝલ મીકેનીક, મોટર મીકેનીક, ઓટો ઇલે. વેલ્ડર (ગેસ એન્ડ ઇલે.) ફીટર ટ્રેડ હેઠળના આઇ. ટી. આઇ. પાસ, ૧૦ પાસ તેમજ કોપા ટ્રેડ હેઠળના આઇ. ટી. આઇ. પાસ - ૧ર પાસ ઉમેદવારોની તથા ડીગ્રી ઇન મીકેનીકલ એન્જી. ડીપ્લોમાં ઇન મીકે. એન્જી. ડીપ્લોમાં ઇન સીવીલ એન્જી.ની પરીક્ષા વર્ષ ર૦૧૯ કે ત્યારબાદ પાસ કરેલ હોઇ તેવા એપ્રેન્ટીસ તરીકેની ભરતી કરવાની હોઇ, તા. ર૪-૩-ર૦ર૧ થી તા. ર૦-૪-ર૦ર૧ સુધીમાં મહેકમ શાખા, વિભાગીય નિયામકશ્રીની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતેથી આ માટેના અરજીપત્ર સમય ૧૧ થી ર કલાક દરમ્યાન મેળવી લેવાના રહેશે તથા ભરેલ અરજીપત્રકો તા. ર૩-૪-ર૦ર૧ સમય ૧૪-૦૦ કલાક સુધીમાં પરત કરવાના રહેશે.

(2:56 pm IST)