Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

જિન શાસક રક્ષા, સંઘ રક્ષા, સંત રક્ષા માટેના નિર્ણયને જૈન સમાજે અંતરના અહોભાવથી વધાવ્યો : સદ્ગુરૂદેવ પૂ.પારસમુની મ.સા.

કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લેતા પૂ.ગુરૂદેવ : રાજ્ય સરકારને આર્શીવચન પાઠવ્યા

રાજકોટ : સમગ્ર ભારતવર્ષમાં કોરોના મહામારી સામેની લડાઇમાં વેકસીનેશન ચાલી રહ્યુ છે. ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાત રાજ્યને રાજકોટના જૈન અગ્રણી મયુર.બી.શાહ દ્વારા પત્ર લખવા આવેલ કે સર્વ જૈન સંત -સતીજીઓનું વેકસીનેશન કરવું જરૂરી છે. મયુરભાઇ શાહ (બાળ આયોગ-ચેરમેન ગુજરાત રાજ્ય)ની માંગણી અને જૈન સમાજના ચારેય ફિરકાની લાગણીને ધ્યાનમાં રાખીને ગોંડલ ગચ્છ સંસ્થાપક આચાર્યદેવ પૂ. ડુંગરસિંહ સ્વામીની પરંપરાને અનુસરતા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સર્વ સંત-સંતીજીના વેકસીનેશન માટેનો નિર્ણય લીધો. તે બદલ સમગ્ર ગોંડલ સંપ્રદાય ગૌરવ અનુભવે છે. જૈન સંત-સતીજી પાસે આધાર કાર્ડ, પાનકાર્ડ, લાઇસન્સ વગેરે કાંઇ જ હોતુ નથી. અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને મયુરભાઇ શાહને અભિનંદન પાઠવે છે. તેમના સત્ કાર્યની ચુર્તવિધ સંઘ અનુમોદના કરે છે. આપનો આ નિર્ણય અનંત અને પ્રચંડ પુણ્ય ઉપાર્જનનું કારણરૂપ છે.

ગોંડલ સંપ્રદાયના સદગુરૂદેવ પૂજ્યશ્રી પારસમુનિ મ.સા. એવા લીંબડી સંપ્રદાય, બોટાદ સંપ્રદાયના સતી રત્નોએ બરોડામાં વેકસીન લીધી તેમાં મયુરભાઇ શાહ તથા બરોડાના ઉત્પલભાઇ શાહ અને રૃંસાગભાઇ આદિનો અભિનંદનીય પુરૂષાર્થ ધન્યવાદ પાત્ર છે. શાસ્ત્રી પોળ સંઘ પ્રમુખ મનોજ કોઠારી અલ્કાપુરી સંઘ પ્રમુખ હરેશભાઇ લાઢિયા, નિગ્રામપુરા સંઘ પ્રમુખ કમલેશભાઇ દેસાઇની સેવા અભિનંદનીય છે.

ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં બિરાજમાન સંત-સતીજીને વેકસીન અપાવી અને સંતરક્ષા, સંઘરક્ષા અને શાસનરક્ષાનું મહાન કાર્ય વિજયભાઇ રૂપાણી, નિતિનભાઇ પટેલ, મયુરભાઇ શાહ આદિએ કર્યું હતું.

(2:57 pm IST)