Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

બોલો લ્યો...ફેબ્રુઆરીમાં બીપીએલ કાર્ડ હોલ્ડરોને માટે જાહેર કરાયેલ ચણાનો જથ્થો હજુ અપાયો નથીઃ ભારે દેકારો

કલેકટરને પત્ર પાઠવતા ગાયત્રીબાઃ તાકિદે કડક કાર્યવાહી કરવા માંગણી

રાજકોટ, તા. ૨૩ :. પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલાએ આજે કલેકટરને એક મહત્વનો પત્ર પાઠવી ફેબ્રુઆરીમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ બીપીએલ લાભાર્થીને મળવાપાત્ર ૧ કિલો ચણાનો જથ્થો માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છતા હજુ વિતરણ કરાયેલ નથી, તે તાકિદે વિતરણ કરવા માંગણી કરી છે.

પત્રમાં ઉમેર્યુ હતુ કે સરકારે ગયા મહિને રાજયના લાખો બીપીએલ લાભાર્થીને ૧ કિલો ચણાનો જથ્થો વિનામૂલ્યે રાશનની દુકાનેથી અપાશે તેવી જાહેરાત કરેલ, પરંતુ હવે માર્ચ મહિનો પુરો થવા આવ્યો છતા લાખો ગરીબ પરિવારોને ચણાનો જથ્થો મળ્યો નથી કે દુકાને પહોંચ્યો નથી. આથી આ બાબતે તાકિદે પગલા ભરી રાજકોટ જીલ્લામાં ચણાના જથ્થાનું વિતરણ થાય તે પ્રકારે કાર્યવાહી કરવા માંગણી કરી છે.

(3:58 pm IST)