Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

અશ્વદળ : ભવ્ય ભૂતકાળ, ધમધમતો વર્તમાન, પણ ભાવિ...

સવા બસ્સો વર્ષથી સૈન્યની આન - બાન - શાન સમાન અશ્વદળ રેજિમેન્ટ ૬૧ કેવલ્રી વિસર્જનના આરે : અશ્વદળનો ૪૦૦૦ વર્ષ પુરાનો વૈશ્વિક ઇતિહાસ : યુપીના હેમપુરમાં અશ્વોની તાલીમશાળા આવેલી છે : ૨૨૫ અશ્વો રાષ્ટ્રપતિની સુરક્ષામાં કાર્યરત : લશ્કરમાં ૩૦૦૦ અશ્વો હણહણાટી બોલાવે છે...

રાજકોટ તા. ૨૩ : જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ વાંચકોને સંકલીત રસપ્રદ વિગતો મારફત જણાવે છે કે અશ્વો અને માનવને સદીઓથી ગાઢ સબંધ રહેલ છે. ભૂતકાળમાં અશ્વ માનવજાત માટે અતિ પ્રિય ઉપયોગી પ્રાણી હતું. એક સમય હતો કે જે કુટુંબ પાસે જાતવાન ઉંચી ઓલાદના અશ્વ હોઇ તે ધનવાન અને સમાજમાં પ્રતિષ્ઠીત ગણાતા અશ્વ એક માત્ર ઝડપી મુસાફરી માટેનું વાહન હતું. ભૂતકાળના અનેક નાના–મોટા યુદ્ઘ જીતવામાં અશ્વોએ જી આપી મહત્વનો ફાળો આપેલ છે, જેનો ઇતિહાસ સાક્ષી છે.

દેશના લશ્કરમાં લાંબી સેવા બાદ ઉત્તમ માન–સન્માન મેળવી ચુકેલ યુઘ્ધ જહાજ વિક્રાંત, વિરાટ, આકાશમાં વીજળીવેગે ઉડતા મીગ–રપ વિમાનો અને દુશ્મનો સામે આગ ઓકતી ટી–પપ ટેન્કો લશ્કરની સેવામાંથી નિવૃત થયેલ છે. આવા સમયે દેશના લશ્કરમાં અંદાજે રરપ વર્ષથી સેવા કરી રહેલ અશ્વદળ પણ વિર્સજન તરફ આગળ વધે છે!

રાષ્ટ્રીયપર્વ ર૬–જાન્યુઆરી અને ૧પ–ઓગષ્ટે લાલ કિલ્લાના આંગણે પરેડમાં પ્રજા તાકાતવર, શાનદાર, પહાડી, ઉંચ્ચ ઓલાદના અશ્વો અને તેની કરામતો જોઇ ખુશ થાય છે. આ સિવાય આ અશ્વદળની રર૦ ટુકડી માત્ર રાષ્ટ્રપતિની સેવા અને શાનમાં વધારો કરવા ફરજ બજાવે છે.

આઝાદી બાદ લશ્કરમાં અનેક અશ્વારોહી રેજિમેન્ટ એક કરી ૬૧–CAVALRYJ કેવલ્રી નામની એક રેજિમેન્ટ રચાયેલ અને ૧૯૬પ ના પાક. યુદ્ઘ સમયે આ અશ્વ રેજિમેન્ટે શાનદાર રોલ ભજવેલ. રાજસ્થાનની વિશાળ સરહદે રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ ની ફરજ બજાવેલ જેના કારણે પાક. આ સરહદે ઘુસપેઠી કરવામાં વિફળ રહેલ તેમજ સને ૧૯૯૯ ના કારગીલ યુદ્ઘ સમયે લશ્કરને યુદ્ઘ સામગ્રી અને અન્ય પુરવઠો ઝડપી સમયસર પહોંચાડવા અતિ ઉત્ત્।મ કામગીરી બજાવેલ.

વાંચકો અને અશ્વ પે્રમીઓને પ્રશ્ન થશે કે આ અશ્વો કયા પ્રદેશના છે તો તેનો જવાબ છે આ દળના મોટા ભાગના અશ્વો ઉત્તર પ્રદેશ બાબુગઢના છે. અહી જન્મેલ અશ્વ સેનાનું જાતવાન અશ્વોની સંવર્ધન કેન્દ્ર છે. આ અશ્વો અગીયાર માસના થયા બાદ તેને યુ.પી. ના હેમપુર ખાતે મોકલવામાં આવે છે. અહી અતિ આધુનિક પૂર્ણ સુવિધા વાળી અશ્વતાલીમ શાળા કાર્યરત છે. અહી આ અશ્વોને સખ્ત અનેક પ્રકારની તાલીમ આપવામાં આવે છે.અશ્વોને ખોરાકમાં દિવસ–રાત્રી ચાર વખત લિલો ચાળો, ચણા,જહુ અનેસમયાંતરે વિટામીન્સના ઇન્જેકશનો પણ આપવામાં આવે છે. હાલ અશ્વ શાળામાં અંદાજે ૩૦૦૦ જેવા અશ્વોનો કાફલો છે. અહીં તાલીમ પૂર્ણ કરેલ અશ્વોને રાજસ્થાનના જયપુર ખાતે આવેલ લશ્કરની છાવણી ખાતે મોકલવામાં આવે છે. અહી દેશના લશ્કરના બહાદુર જવાનો તેમની ટે્રનીંગ દરમ્યાન આ અશ્વો ઉપર વિવિધ તાલીમ પ્રાપ્ત કરે છે.

વિજ્ઞાનની અવનવી શોધ અને આધુનિકરણથી લશ્કરમાં આવેલ અનેક પ્રકારની સગવડતા ને કારણે વર્તમાન સમયે આ અશ્વદળની કામગીરી વિવિધ પરેડ અને માન. રાષ્ટ્રપતિના સંરક્ષણ કાફલા પુરતી જ મર્યાદીત થઇ ગયેલ છે. જેથી આ અશ્વદળ ને વિર્સજન કરવાની દરખાસ્ત છે. લશ્કરના આન, બાન અને શાન સમી આ અશ્વદળ ભૂતકાળ બની જશે. સમયસમય બળવાન છે.

: આલેખન :

તખ્તસિંહ (તખુભા) રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦

(3:59 pm IST)