Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

એરપોર્ટની દિવાલથી ૩ કિ.મી.ના એરીયામાં ''ડ્રોન'' કેમેરા નો-એલાઉડ

આસપાસ કોઇ દબાણ હવે નહિં ચલાવી લેવાયઃ એરપોર્ટથી પ૬ કિ.મી.ના એરીયામાં હાઇટવાળા બિલ્ડીંગ માટે એરપોર્ટનું "NOC" હવે ફરજીયાત... : NOC નહિ લેનારને ર કરોડ સુધીનો દંડ થઇ શકે છેઃ એરપોર્ટ ખાતે ગલેકોન માન્ય સર્વેયર મુકાઇ ગયાઃ આર્કિટેક-બિલ્ડરોને હવે કોઇ ફરિયાદ નહિં રહે... : એરપોર્ટ એન્વાયરોન્મેન્ટ અંગે કમિટીની મહત્વની મીટીંગ મળીઃ લેવાતા મહત્વના નિર્ણયો...

રાજકોટ એરપોર્ટ ખાતે આજે સીટી પ્રાંત-૧ શ્રી સિધ્ધાર્થ ગઢવીના અધ્યક્ષપદે મળેલ મીટીંગમાં મહત્વના નિર્ણયો લેવાયા તે નજરે પડે છે.

રાજકોટ તા. ર૩: રાજકોટ એરપોર્ટ ખાતે આજે એરપોર્ટ એન્વાયરોનમેન્ટની અત્યંત મહત્વની મીટીંગ-સીટી પ્રાંત-૧ શ્રી સિધ્ધાર્થ ગઢવીના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં એરપોર્ટ ડાયરેકટર શ્રી દિગંત બોર, અધીકારી શ્રી પાંડે, ઉપરાંત RMC અને પોલીસના ઉચ્ચ અધીકારીઓ ખાસ હાજર રહ્યા હતા.

મીટીંગ મહત્વના નિર્ણયો લેવાયા હતા, એરપોર્ટ અધીકારીશ્રી પાંડેએ ''અકિલા''ને જણાવ્યું હતું કે એરપોર્ટ નજીક કોઇપણ પ્રકારનું ઢોરઢાંખર-ઝુપડાનું દબાણ નહિં ચલાવી લેવાય, તે ઉપરાંત હવે ગર્વમેન્ટ ઓથોરાઇઝડ સર્વેયરની પણ એરપોર્ટ ખાતે જ નિમણુંક કરી દેવાઇ છે, તેઓ દ્વારા નોમીનલ ફી વસુલી જે તે બિલ્ડર-આર્કિટેકને NOC આપી દેવાશે, આ બાબતે પહેલા પ૦ હજાર ફી વસુલાય-લેવાય  છે તેવી ખોટી ફરીયાદો-આક્ષેપો ઉભા થયા હતા, હવે એરપોર્ટ સતાવાળાઓએ ખાસ સર્વેયર મૂકી આ પ્રશ્ન હલ કરી નાંખ્યો છે.

આ ઉપરાંત મહત્વના લેવાયેલ નિર્ણય એરપોર્ટ બાઉન્ડ્રીથી ૩ કિ.મી.ના સરાઉન્ડીંગ એરીયામાં ડ્રોન કેમેરા હવે નહિ ચલાવી લેવાય, ચાલુ થશે તો તુર્ત જ કડક પગલા લેવાશે.

તે ઉપરાંત એરપોર્ટ એકટનો ર૦ર૦ના નવા નિયમ મુજબ રાજકોટ એરપોર્ટથી ૩૬ કિ.મી. એરીયામાં કોઇ બિલ્ડર-માલીક ઉંચી હાઇટવાળા બિલ્ડીંગો બાંધશે તો તેમણે ખાસ એરપોર્ટને જાણ કરવાની રહેશે, સ્પેશ્યલ સોફટવેર જે બનાવાયો છે, તેમાં NOC માટે અરજી કરવાની રહેશે, સોફટવેર પોતે જ ચેક કરી NOC આપશે, કોર્પોરેશન પણ હવે જે તે બિલ્ડરને એરપોર્ટના NOC અંગે ફરજીયાત કહેશે, જો NOC નહિં લેવાય તો જે તે બિલ્ડર માલીકને ર કરોડ સુધીનો દંડ થઇ શકે છે.

(4:00 pm IST)