Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

સિમેન્ટ રોડના કામનું ચૂકવણુ અટકાવાયું છે, તપાસના આધારે પગલાઃ ડી.ડી.ઓ.

તપાસ માટે તજજ્ઞોની સમિતિ રચાશે

રાજકોટ, તા. ૨૩ :. જિલ્લા પંચાયત પ્રમુખે પંચાયત કચેરીના રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યા અંગે જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાને પૂછતા તેમણે અકિલાને જણાવેલ કે રોડના કામની ગુણવત્તા ધારા-ધોરણ મુજબની ન હોવાની રજૂઆત આવેલ છે. જે તે વખતે રજુઆત તપાસ પાત્ર જણાતા કોન્ટ્રાકટરને નાણાનું ચૂકવણુ અટકાવાયુ છે. આ કામ માટે કોઈ નાણા હજુ ચૂકવાયા નથી. ટેકનિકલ જાણકારોની સમિતિ દ્વારા તપાસ કરાવાશે. તપાસના અંતે જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે પ્રમુખ શ્રી સાથે વિગતવાર ચર્ચા થયેલ છે.

(4:01 pm IST)