Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

કાઠીયાવાડ જીમખાના રોડ પર રાંધણગેસની લાઇનમાં ભંગાણઃ કોર્પોરેશનની પાણીની લાઇનના ખોદકામ વખતે જેસીબીનો ટોચો લાગતાં લાઇન તૂટી

રાજકોટઃ શહેરના કાઠીયાવાડ જીમખાના રોડ પર મ્યુ. કોર્પોરેશન દ્વારા પાણીની પાઇપ લાઇનનું ખોદકામ ચાલી રહ્યું હોઇ એ દરમિયાન જેસીબીનો ટોચો લાગતાં રાંધણગેસ સપ્લાયની મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા આસપાસના વિસ્તારમાં દૂર્ગંધ ફેલાઇ જતાં લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. બનાવની જાણ થતાં જીએસપીસીની રેસ્કયુવાને પહોંચી મુખ્ય વાલ્વ બંધ કરી રીપેરીંગ કામ ચાલુ કર્યુ છે.

(4:05 pm IST)