Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

કર્ફયુનું પાલન ન કરનારા ૬૬ પકડાયા

રાજકોટ તા. ર૩ : કોરોનાના કેસમાં વધારો થતા ફરીથી રાત્રી કર્ફયુનો સમય લંબાવી દેવામાં આવ્યો છે. જેમાં પોલીસે માસ્ક, સોશિયલ ડીસ્ટન્સ સહિતના નિયમોનું પાલન ન કરનારામાં ૬૬ વ્યકિતને પકડી લઇ કાર્યવાહી કરી છે. જેની વિગતો આ મુજબ છે.એ ડીવીઝન પોલીસે મોચીબજાર, ખટારા સ્ટેન્ડ ચોક, શાસ્ત્રીમેદાન પાસેથી, ત્રીકોણ બાગ ચોક, શાસ્ત્રીમેદાન પાસેથી, ભુતખાના ચોક, મહિલા કોલેજ અંડરબ્રીજ પાસેથી મળી કુલ છ વ્યકિતને પકડી લીધા હતા બી ડીવીઝન પોલીસે સંતકબીર રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, પેડક રોડ, કેસરીપુલ પાસેથી મળી કુલ ૪ને પકડી લીધા હતા જયારે થોરાળા પોલીસે ગંજીવાડા, ચુનારાવાડ ચોક પાસેથી કુલ ૪ને, ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ, કેનાલ રોડ, સોરઠીયાવાડી સર્કલ, આહીર ચોક, દેવપરા ચોક, બોલબાલા માર્ગ, જલજીત હોલ પાસેથી  સીયાણીનગર પાસેથી મળી કુલ ૧૦ વ્યકિતને તથા આજીડેમ પોલીસે આજીડેમ પોલીસ સ્ટેશન પાસેથી, માર્કેટયાર્ડ સાગરનગર મેઇન રોડ પરથી મળી કુલ ૬ને તથા માલવીયાનગર પોલીસે મવડી રોડ, પુનીતનગર પાણીના ટાંકા પાસેથી, કે.કે.વી.હોલ પાસેથી મળી કુલ  ૯ વ્યકિતને પકડી લીધા હતા જયારે તાલુકા પોલીસે ૪, પ્રનગર પોલીસે ૭, ગાંધીગ્રામ પોલીસે ૬ અને યુનિવર્સિટી પોલીસે ૯ વ્યકિતને પકડી કાર્યવાહી કરી હતી.

(4:06 pm IST)