Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

LICના રાજકોટ સહિત દેશભરના ૧ર લાખ એજન્ટોના બોનસ-GST-IPO અંગે દેખાવોઃ રેસ્ટ-ડે તરીકે ઉજવણી કરાઇ

રાજકોટ ખાતે દેખાવો-સૂત્રોચ્ચારઃ રાજકોટ શહેર અને ડિવીઝનના ૧ર હજાર એજન્ટોએ આજે વર્ક ન કર્યું...

રાજકોટના lic એજન્ટોએ આજે કચેરી ખાતે દેખાવો કર્યા તે નજરે પડે છે.

રાજકોટ તા. ર૩: તાજેતરમાં LIC ના લાખો કર્મચારીઓએ IPO સામે ૧ દિ'ની હડતાલ પાડી હતી, હવે આજે LIC ના રાજકોટ સહિત દેશભરના ૧ર લાખ એજન્ટોએ વર્ક ન કરી LIC મેનેજમેન્ટની અને સરકારની નીતિ સામે દેખાવો યોજી પોતાનું વર્ક-કામગીરી બંધ રાખી-રેસ્ટ-ડે તરીકે ઉજવણી જાહેર કરી વિરોધ વ્યકત કર્યો હતો.

આ અંગે માહિતી આપતા LIC એજન્ટ એસો.ના અગ્રણી હોદેદાર શ્રી પરમારે અકિલાને જણાવ્યું હતું કે, આજે શહિદ દિન છે, આજના દિવસે LIC એજન્ટોનું બોનસ વધારવા, અને પોલીસીના પ્રિમીયમ સરકારે જે GST નાંખ્યો છે, તે રદ્દ કરવા તથા LIC નો IPO આવી રહ્યો છે, તે બંધ રાખવા માંગણીઓ કરી છે, અને ડાયરેકટ LIC ના ચેરમેનને જ રજુઆતો કરી છે. તેમણે જણાવેલ કે ભારતભરના ૧ર લાખ એજન્ટોએ આજે વર્ક નથી કર્યું, રાજકોટ શહેરની ર૮૦૦ થી ૩ હજાર તો ડિવીઝનના ૧ર હજાર જેટલા એજન્ટો કામગીરીથી અળગા રહ્યા હતા.

અત્રે એ નોંધનીય છે કે, LIC એજન્ટોના આ રેસ્ટ-ડે ને કારણે દેશભરમાં આજે LIC એજન્ટો મારફત આવતું કરોડોનું પ્રિમીયમ અટકી પડયું હતું.

(4:08 pm IST)