Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

રાજકોટ શહેર-જિલ્લામાં સરકારી-ખાનગીમાં ૧૧૧૨ બેડ ખાલીઃ આજથી હોસ્પીટલની માહિતી આપતો કંટ્રોલ રૂમ શરૃઃ કુલ ૩૫૩ દર્દીઓ દાખલ

રાજકોટ, તા. ૨૩ :. રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાના કેસો વધતા જાય છે. તેમ તંત્ર નવી હોસ્પીટલો પણ શરૂ કરવા તરફ અગ્રેસર બની રહ્યુ છે. સાથોસાથ રાજકોટ શહેર-જીલ્લાની તમામ સરકારી-ખાનગી હોસ્પીટલ કયાં આવેલી છે, તેમા કેટલા બેડ છે, કેટલી સુવિધા વિગેરે માટે ખાસ હેલ્પલાઈન નંબર-કંટ્રોલરૂમ શરૂ થઈ ગયા છે.

દરમિયાન એડી. કલેકટરે પત્રકારોને જણાવ્યુ હતુ કે હાલ દરેક તાલુકામાં ઝડપી વેકસીનેશન થઈ રહ્યું છે. હાલ સરકારી-ખાનગી થઈને કુલ ૧૧૧૨ બેડ ખાલી છે. સરકારીમાં ૧૨૧, તો ખાનગીમાં ૨૩૨ દર્દી દાખલ છે. પીડીયુ સરકારી હોસ્પીટલમાં ૪૬૯, ઈએસઆઈએસમાં ૪૧, કેન્સરમાં ૧૯૨, ગોંડલમાં ૫૪, જસદણ-૨૪, ધોરાજીમાં ૩૫ અને ખાનગી હોસ્પીટલમાં ૨૯૭ બેડ ઉપલબ્ધ છે અને ૨૭૦ વેન્ટીલેટર સ્પેરમાં છે.(૨-૨૩)

કંટ્રોલ રૂમના નંબરો (હેલ્પલાઈન નંબર): ૯૪૯૯૮ ૦૪૦૩૮, ૯૪૯૯૮ ૦૬૪૮૬, ૯૪૯૯૮ ૦૧૩૩૮, ૯૪૯૯૮ ૦૬૮૨૮, ૯૪૯૯૮ ૦૧૩૮૩

(4:09 pm IST)