Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

વેકસીન અંગે જાગૃતિ લાવવા લોકોના ઘરે-ઘરે જઇ માર્ગદર્શન અપાશે

ભાજપના સ્થાપનાની ઉજવણી અંતર્ગત કાર્યકરોને ભારદ્વાજ-મિરાણીનું સંબોધન

રાજકોટઃ હાલ કોવિડ-૧૯ સામે રક્ષણ આપતી વેકસીન પ્રત્યે જાહેર જનતામાં જાગૃતતા ફેલાય અને વધુને વધુ લોકો વેકસીન લઈ કોરોના સામે રક્ષણ મેળવે તે માટે જનજાગૃતી ફેલાવવા તેમજ આગામી ભાજપા સ્થાપના દિનની પૂર્વ તૈેયારીના ભાગરૂપે શહેર ભાજપ  પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને  પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ ,  પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય,  મેયર ડે.  પ્રદીપ ડવ, શહેર ભાજપ તેમજ ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો. જેમનભાઈ ઉપાઘ્યાય તેમજ રાજુભાઈ બોરીચાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ દ્વારા મેયર બંગલા ખાતે બેઠક યોજાયેલ હતી. આ બેઠકમાં સાંધિક ગીત કાથડભાઈ ડાંગરે કરાવેલ. બેઠકનું સંચાલન જીતુભાઈ કોઠારીએ, સ્વાગત  પ્રવચન શહેર ભાજપ  પ્રમુખ કમલેશ મિરાણીએ તેમજ અંતમાં આભાર વિધિ કિશોર રાઠોડે કરેલ.  આ બેઠકમાં માર્ગદર્શન આપતા નિતીન ભારદ્વાજ તેમજ કમલેશ મિરાણીએ જણાવેલ કે  વડીલોમાં રસીકરણ માટે જાગૃતતા ફેલાય તે માટે શહેર ભાજપનો  પ્રત્યેક કાર્યકર્તા સરકાર અને સમાજ વચ્ચે સેતુરૂપ ભુમિકા ભજવી ઘેર-ઘરે ફરી રસીકરણ માટે જનજાગૃતિ ફેલાવવા માટે કટીબઘ્ધ બને તેવું આહવાન કરેલ હતું.  આ ઉપરાંત આગામી રવીવારે દેશના  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'મન કી બાત' કાર્યક્રમ, આગામી ૬ એપ્રીલે ભાજપાનો સ્થાપના દિન અંતગર્ત પૂર્વ તૈયારીના ભાગરૂપે ઉપસ્થિત કાર્યકર્તાઓને વિષદ માર્ગદર્શન પુરૂ પડાયેલ હતું. આ બેઠકમાં શહેર ભાજપના હોદેદારો, વોર્ડપ્રમુખ, મહામંત્રીઓ,  પ્રભારીઓ તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહેલ હતા તેમજ આ બેઠકની સંપુર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળેલ હતી.

(4:10 pm IST)