Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

મની લેન્ડીંગની ફરીયાદ સંદર્ભે આરોપી દ્વારા થયેલ આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ, તા., ર૩: રાજકોટના ચકચારી મની લેન્ડીંગ પ્રકરણની ફરીયાદમાં આરોપીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે મંજુર  કરી હતી.

આ બનાવ અંગેની વિગત મુજબ આરોપી પરેશ ભુપતભાઈ દેથરીયા સામે રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨  (યુનીર્વસીટી) પોલીસ સ્ટેશનમાં ઈન્ડીયન પીનલ કોડ તથા મની લેન્ડીંગ કાયદા અન્વયે ફરીયાદ  નોંધાતા આરોપીએ રાજકોટ સેશન્સ કોર્ટ સમક્ષ કરેલ આગોતરા જામીન અરજી    કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી જયેશભાઈ છેલશંકરભાઈ જોષીએ  રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તા. ૧૦/૦૧/૨૦૨૧ ના રોજ ૧૧ આરોપીઓ  સામે ઈ.પી.કો કલમ- ૩૮૬, ૩૮૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા મની લેન્ડીંગ એકટની  કલમ-૪૦ તથા ૪૨ અન્વયેની ધોરણસરની ફરીયાદ કરેલ અને આરોપી પરેશ દેથરીયાએ  પાસેથી ફરીયાદીએ આજથી ૨ વર્ષના સમયગાળા દરમ્યાન કુલ રૂ. ૧,૪૦,૦૦૦/ લીધેલ  હતા જેમા આરોપીએ રૂ.૧,૦૦,૦૦૦/(અંકે રૂપીયા એક લાખ પુરા)  ૬ ટકા ના દરે તથા  બાકીના રૂ. ૪૦,૦૦૦/ (અંકે રૂપીયા ચાલીસ હજાર પુરા) ૧૦ ટકા લેખે વ્યાજે આરોપી  ફરીયાદી પાસેથી વસુલતો હતો આરોપીએ ફરીયાદી પાસેથી બેંક ઓફ બરોડાના ૨ ચેક લીધેલ  અને આજ દીન સુધીમા ફરીયાદીએ આરોપીને રૂ. ૧,૦૨,૪૦૦/(અંકે રૂપીયા એક લાખ બે  હજાર ચારસો પુરા) ચુકવી દીધેલ તેમ છતા આરોપી ફરીયાદીને ફોન પર તેમજ રૂબરૂ ગાળો  આપી પઠાણી ઉધરાણી કરી ફરીયાદીને માનસીક હેરાન પરેશાન કરતા હોય જે મુજબની  ફરીયાદ ફરીયાદીએ આરોપી તથા અન્ય આરોપીએ સામે નોંધાવેલ હતી.

આથી આરોપી પરેશ દેથરીયાની પોલીસ ધરપકડ કરશે તેવી દહેશત હોય જેથી  આરોપીએ તેમના એડવોકેટ મારફત રાજકોટ સેશન્સ કોર્ટ સમક્ષ આગોતરા જામીન પર છુટવા  માટે અરજી કરેલ હતી આરોપીએ આગોતર જામીન અરજી કરતા કોર્ટએ સરકારને તથા તપાસ  કરનાર અધીકારીને નોટીસ ઈશ્યુ કરેલ હતી.   

 કોર્ટે બંન્ને પક્ષકારોને વીગતવાર સાંભળ્યા બાદ તેમજ તપાસના કાગળો જોતા સેશન્સ  કોર્ટ એવા નીષ્કર્ષ પર આવેલ હતી કે આરોપીને કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની કોઈ જરૂરીયાત નથી  તેમજ આરોપીનો કોઈ ગુનાહીત ભુતકાળ નથી જેથી આરોપીને શરતોને આધીન જામીન પર  મુકત કરવા આદેશ ફરમાવેલ હતો.   

આ કામમા આરોપી વતી રાજકોટના ં ધારાશાસ્ત્રી સ્તવન મહેતા,  કુષ્ણ પટેલ, સંજય ચોથાણી, બ્રિજેશ ચૌહાણ, પ્રીત ભટ, અશોક સાસકીયા તથા વિપુલ રામાણી  રોકાયેલ હતા.

(4:11 pm IST)