Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

ટીમ વર્કથી રાજકોટની વિકાસયાત્રાને આગળ વધારો : વિજયભાઇની શહેર ભાજપને શીખ

મ.ન.પા.ના નવનિયુકત પદાધિકારીઓ - ધારાસભ્યો - આગેવાનોની મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત

રાજકોટ : શહેર ભાજપના આગેવાનો મ.ન.પા.ના નવનિયુકત પદાધિકારીઓ તથા ધારાસભ્યોએ આજે સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની તેઓના કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી તે વખતની પ્રથમ તસ્વીરમાં મેયરરી, ડે.મેયરશ્રી, સ્ટેન્ડીંગ ચેરમેનશ્રી તથા દંડકશ્રીને શુભેચ્છા પાઠવી રહેલા મુખ્યમંત્રીશ્રી દર્શાય છે. અન્ય તસ્વીરમાં મુખ્યમંત્રીશ્રી સાથે વ્યકિતગત શુભેચ્છા મુલાકાત કરી રહેલા મેયર પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, પ્રદેશ ભાજપ આગેવાન નિતીનભાઇ ભારદ્વાજ, ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, શહેર ભાજપ આગેવાન કશ્યપભાઇ શુકલ, ધારાસભ્યો અરવિંદભાઇ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા વગેરે દર્શાય છે. આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટની ટીમ બી.જે.પી.ને મ.ન.પા.માં જંગી બહુમતીથી પુનઃ શાસન મેળવવા બદલ શુભેચ્છા પાઠવી અને જણાવ્યું હતું કે, રાજકોટની પ્રજાએ ભાજપ ઉપર જે અનહદ વિશ્વાસ મૂકી શાસન ધુરા સોંપી છે ત્યારે ટીમ બી.જે.પી.એ હવે ટીમવર્કથી રાજકોટને વધુ સુંદર બનાવી વિકાસયાત્રાને આગળ વધારવી.

(4:13 pm IST)