Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

કોરોના કાળમાં સંઘના સાડા પાંચ લાખ સ્વયંસેવકો સેવાસ્ત

સમગ્ર ભારતમાં ૫૫,૬૦૦ શાખા તથા સૌરાષ્ટ્રમાં ૪૪૧ શાખા કાર્યરત : અખિલ ભારતીય પ્રતિનિધી સભામાં રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ અને કોવિડ મહામારીની સામે એક જૂટ ઉભુ ભારત વિષય પર પ્રસ્તાવ કરાયો : શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાનમાં ૪૪ દિવસમાં ૨૦ લાખ કાર્યકતાઓએ ૫.૪૫ લાખ સ્થાનો પર ૧૨.૪૭ કરોડ પરીવારનો સંપર્ક કરાયો

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા કોરોનાકાળમાં કરવામાં આવેલ સેવાકાર્ય અને અખિલ ભારતીય પ્રતિનિધિસભામાં પસાર કરેલ પ્રસ્તાવની વિસ્તૃત માટે યોજાયેલ પત્રકાર પરીષદમાં વિગતો રજુ કરતા સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ ચાલક મુકેશભાઇ મલકાણ તથા પ્રાંતકાર્યવાદ કિશોર મુંગલપરા તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ,તા. ૨૩: છેલ્લા એક વર્ષથી સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોના કાળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કરવામાં આવેલ સેવાકાર્ય અને તાજેતરમાં મળેલ અખિલ ભારતીય પ્રતિનિધી સભાની વિગતો અને રામજન્મભૂમિ પર મંદિરનું નિર્માણ તથા કોવિડ મહામારીની સામે એક જુટ ઉભુ ભારત વિષય પર પ્રસ્તાવો સહિતની વિસ્તૃત વિગતો આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાદ મુકેશભાઇ મલકાણે રજૂ કરી હતી.

આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપતા સૌરાષ્ટ્ર પ્રાંતનાં સંઘ ચાલક મુકેશભાઇ મલકાણે જણાવ્યું હતુ કે, કોરોના કાળમાં સમાજ એક જુટ થયો છે. ભારતમાં વેકિસનેશનનો પ્રારંભ થયો છે. તે દેશનું એચ્યુમેન્ટ છે. કોરોનાકાળ ચેલેન્જ હતી.

વધુમાં તેઓએ તાજેતરમાં બંગ્લોર ખાતે મળેલ અખિલ ભારતીય પ્રતિનિધિસભાની વિગતો આપતા કહ્યુ હતુ કે, આ સભા બેઠક દર ત્રણ વર્ષે યોજાઇ છે. કોરોનાના કારણે મર્યાદિત સંખ્યામાં યોજાઇ હતી. આ સભાની શરૂઆતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને રાજકોટના સ્વયં સેવક રમેશભાઇ ઠાકરને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.

વધુમાં શ્રી મલકાણે જણાવ્યું હતુ કે, આ સભામાં જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ ભારતની અંત ર્નિદિત શકિતનું પ્રકટીકરણ અને કોવિડ મહામારીની સામે એક જૂટ ઉભુ ભારત વિષય પર પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો.

કોરોના કાળમાં રાષ્ટ્રીય સેવક સંઘના ૫,૬૦,૦૦૦ સ્વયંસેવકો દ્વારા ૯૨,૬૫૬ વિવિધ સ્થાનો પર ભોજન પેકેટ ૪.૫ કરોડ, ૭૩ લાખ રાશનકીટ, ૯૦ લાખ માસ્ક વિતરણ, ૨૦ લાખ પ્રવાસ લોકોની મદદ સહિતની સેવા પ્રવૃતિ કરવામાં આવી હતી. અંતમાંશ્રી મલકાણે જણાવ્યું હતુ કે, રામ જન્મભૂમિ નિધિ સમર્પણ, અભિયાનમાં ૨૦ લાખ કાર્યકર્તાઓ દ્વારા ૫,૪૫,૭૩૭ સ્થાનોમાં ૧૨.૪૭ કરોડ પરિવારનો સંપર્ક કર્યો હતો.  કુલ ૪૪ દિવસના અભિયાનમાં આવું કાર્ય વર્લ્ડ રેકોર્ડ છે. જે આવનારી પેઢી આ અભિયાનને યાદ રાખશે.

(4:14 pm IST)