Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

હત્યાના ગુનામાં જેલમાંથી પેરોલ જંપ કરનારા ઇમરાનને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

ક્રાઇમ બ્રાંચે કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાસેથી દબોચ્યો

રાજકોટ, તા.૨૩: શહેરના આજીડેમ વિસ્તારમાં થયેલી હત્યાના ગુનામાં જેલમાંથી પેરોલ જંપ કરી એક વર્ષથી ફરાર શખ્સને ક્રાઇમ બ્રાંચની ટીમે કાલાવડ રોડ પરથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે શહેરમાં દારૂ-જુગારના કેશો કરવા તેમજ ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ગઢવી, સી.એમ.ચાવડા, હેડ કોન્સ સંતોષભાઇ મોરી, જયંતીભાઇ ગોહેલ, અભીજીતસિંહ, ઇન્દ્રજીતસિંહ તથા કરણભાઇ મારૂ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એ.એસ.આઇ સી.એમ. ચાવડા, ઇન્દ્રજીતસિંહ અને કરણભાઇ મારૂને મળેલી બાતમીના આધારે કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાસેથી ફરાર કેદી ઇમરાન કરીમભાઇ માડક (ઉ.વ.૩૦) (રહે.માધાપર ચોકડી લાલ બહાદુર શાસ્ત્રી કવાર્ટર બ્લોક નં.સીઓ/૦૧, મૂળ ચોરડી તા.ગોંડલ)ને પકડી લીધો હતો. આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના ગુનામાં સામેલ ઇમરાન જેલમાંથી પેરોલ પર છૂટયા બાદ એક વર્ષથી ફરાર હતો.

(4:14 pm IST)