Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

બી.પી.એલ. લાભાર્થીઓને હજુ સુધી ઘઉં મળ્યા નથી : ગાયત્રીબા વાઘેલા

મહિનો પુરો થવામાં છે ત્યારે મળવા પાત્ર ઘઉંનું હવે તો તાત્કાલિક વિતરણ કરાવો : કલેકટરને રજુઆત કરતા પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ

રાજકોટ, તા. ર૩ :  બી.પી.એલ. કાર્ડ ધારકોને હજુ સુધી ઘઉં નહી મળતા આ બાબતે  પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી છે.

આ આવેદનમાંં જણાવાયું છે કે રાજયની સંવેદનશીલ સરકાર દ્વારા ફેબ્રુઆરી માસમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે રાજયના લાખો બીપીએલ લાભાર્થીઓને માર્ચ મહિનામાં ૧ કિલો ગ્રામની માત્રામાં ચણાનો જથ્થો ફ્રી ઓફ જે તે રાશનકાર્ડની દુકાનેથી વિતરણ કરવામાં આવશે પરંતુ આજે માર્ચ મહિનો પૂર્ણ થવાના આરે છે. ત્યાં સુધી આ ગરીબોના હિસ્સાના ચણાનો જથ્થો હજુ સુધી દુકાનદારોને પણ પહોંચતો થયો નથી ત્યારે આ બાબતે તાકીદે પગલા ભરી રાજકોટ શહેર જિલ્લામાં આ જથ્થાનું તાત્કાલીક વિતરણ થાય તે અંગે વ્યવસ્થા કરવા માંગ છે.

(4:15 pm IST)