Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

અર્બન ફોરેસ્ટમાં ઉદિત અગ્રવાલે બાઇક સવારી કરી

અર્બન ફોરેસ્ટની કામગીરીનું જીણવટ ભર્યુ નિરિક્ષણ કર્યુઃ બ્રિજનું કામ કયાં પહોંચ્યુઃ સ્થળ મૂલાકાત લેતા મ્યુ.કમિશનર

રાજકોટ, તા.૨૩: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ બ્રિજ બનાવવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે. જે અંતર્ગત આજે તા. ૨૩ના રોજ વહેલી સવારથી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ અને રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કેકેવી ચોક – કાલાવડ રોડ, નાનામવા સર્કલ ખાતેના બ્રિજની ચાલુ કામગીરીની મુલાકાત કરી હતી તેમજ  ૮૦ ફૂટ રોડ, અમુલ સર્કલ પાસે બનનાર ઈલેકટ્રીક બસ ડેપો અને અર્બન ફોરેસ્ટ પ્રોજેકટની સમીક્ષા કરી હતી.

મ્યુનિ. કમિશનરશ્રીની વિઝીટ દરમ્યાન કેકેવી ચોક અને નાનામવા સર્કલ ખાતે નિર્માણ પામનાર બ્રિજની રૂબરૂ સમીક્ષા કરી અને પ્રોગ્રસીવ રીપોર્ટ મેળવ્યા હતા. દરમ્યાન ૮૦ ફૂટ રોડ અમુલ સર્કલ પાસે ઇલેકટ્રીક બસ માટે બનાવવામાં આવનાર બસ ડેપોની ચાલુ કામગીરી નિહાળી હતી. આગામી ટૂંક સમયમાં જ ૫૦ ઈલેકટ્રીક બસ આવી રહી છે અને વધારાની નવી ૧૦૦ ઈલેકટ્રીક બસની ટેન્ડર પ્રક્રિયા હાલ વાટાદ્યાટ તબક્કે પહોંચી છે. ભવિષ્યમાં આવનારી આ ૧૦૦ બસ સહીત કુલ ૧૫૦ ઈલેકટ્રીક બસ સંચાલન અને કંટ્રોલ આ એક જ સ્થળેથી થાય તે માટે આ પ્લોટમાં રહેલી વધારાની જમીન જે હાલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સ્ટોર તરીકે ઉપયોગમાં લેવાય છે તે ઇલેકટ્રીક બસ ડેપો માટે ફાળવવાની બાબતે સ્થળ પર વિચારવિમર્શ થયો હતો.

અર્બન ફોરેસ્ટ ખાતેના ચાલુ પ્રોજેકટમાં હાલ ચાલી રહેલી કામગીરીનું મ્યુનિ. કમિશનરશ્રીએ બાઈક સવારી કરી નિરીક્ષણ કર્યું હતું.

આજની વિઝીટ દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ સાથે નાયબ મ્યુનિ. કમિશનર બી.જી.પ્રજાપતિ,  એ.આર.સિંહ.  ચેતન નંદાણી, સિટી. એન્જી.  એચ.યુ.દોઢિયા, સિટી એન્જી.  બી.યુ.જોષી, સિટી. એન્જી. શ્રી વાય. કે. ગૌસ્વામી, ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન્સ શ્રી ડો. કે.ડી. હાપલીયા, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, રાજકોટ રાજપથ લી. ના જનરલ મેનેજરશ્રી જયેશ કુકડિયા, પી.એ. (ટેક.) ટુ કમિશનરશ્રી રસિક રૈયાણી, ડી.ઇ.ઇ. શ્રી અમિત ડાભી, શ્રી ગૌતમ જોષી, શ્રી એમ.આર.શ્રીવાસ્તવ, શ્રી પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

(4:16 pm IST)