Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

કૃપોષણ મુકત ભારત અભિયાન અંતર્ગત ડિસ્ટ્રીકટ મોનીટરીંગ એન્ડ રિવ્યુ કમિટીની ત્રી-માસીક બેઠક સંપન્નઃ પ્રજાની સેવા માટે શપથ લેવાયા

કુપોષણ મુકત ભારત અભિયાન અંતર્ગત રર-૩-ર૦ર૧ ના રોજ ડીસ્ટ્રીકટ મોનીટરીંગ એન્ડ રિવ્યુ કમીટીની ત્રિ-માસીક  બેઠક માનનીય નિવાસી અધિક કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલી હતી. જેમાં જીલ્લા પ્રોગ્રામ ઓફીસરશ્રી આઇ. સી. ડી. એસ., જીલ્લા ખેતીવાડી અધિકારશ્રી, જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી, નિયામક શ્રી ડી. આર. ડી.એ., સીવીલ સર્જન શ્રી સીવીલ હોસ્પિટલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી આરોગ્ય વિભાગ, તમામ બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, ડિસ્ટ્રિકટ કો-ઓર્ડીનેટર પોષણ અભિયાન ઉપસ્થિત રહ્યા હતાં. આ મિટિંગમાં આંગણવાડી કેન્દ્રના પુરક પોષણ,પૂર્વ પ્રાથમીક શિક્ષણ બાંધકામ અતિકૃપોષીત બાળકોના સ્ક્રીનીંગની કામગીરી હાઇ રિસ્ક મધરની ગૃહમુલાકાત મમતા દિવસ મંગળ દિવસ કોરોનાના રસીકરણ કિચન ગાર્ડનીંગ કન્વર્ઝનસની કામગીરીનો રિવ્યુ કરવામાં આવ્યો હતો પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડિયાની ઉજવણી તારીખ ૧૬ થી ૩૧ માર્ચ ર૦ર૧ સુધી થનાર છે. તેમાં વિવિધ વિભાગોના સંકલન દ્વારા ઉજવણી કરવા સુચના આપવામાં આવેલ. ખાસ કરીને પોષણ અભિયાનના પાંચ મહત્વના ઘટકો એનેમ્યિા, પોષ્ટિ આહાર ઝાડા નિયંત્રણ, બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ હેન્ડ વોશ અને સેનિટેશન પોષણ પંચાયત વિશે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ અધિકારી દ્વારા પોષણ શપથ લેવામાં આવી હતી અને આપણું રાજકોટ સુપોષિત રાજકોટનો સંકલ્પ લેવામાં આવેલ હતો. તે વખતની તસ્વીર

(4:17 pm IST)