Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

૯૨ વર્ષના દર્દીને ઓપરેશનના બે કલાક બાદ હરતા ફરતા કરતા શિવ હોસ્પીટલના ડો. સંઘવી

રાજકોટ, તા. ૨૩ :. ૯૨ વર્ષના વયોવૃદ્ધને ૨ મહિનાની પથારીવશ સ્થિતિમાં લોકલ એનેસ્થેસીયામાં ઓપરેશન કર્યા બાદ માત્ર ૨ કલાકમાં હરતા ફરતા થયા છે. શિવ હોસ્પીટલના વરિષ્ઠ સ્પાઈન સર્જન ડો. અમીષ સંઘવીએ સફળ સારવાર કરી છે.

શિવ હોસ્પીટલની એક યાદીમાં જણાવાયુ છે કે દર્દી શ્રી નવીનભાઈ બાવીસી (ઉ.વ. ૯૨)ને પડી જવાથી કમરના મણકામાં ફ્રેકચર થયેલુ. દર્દી અસહ્ય પીડાતા હોવાથી ૨ માસ પથારીમાં હતા. દુઃખાવાને કારણે દર્દી પથારીમાંથી બેઠા થઈ શકતા ન હતા. આ પ્રકારની અસહ્ય પીડા માટે દર્દીના સગાઓએ શિવ હોસ્પીટલના વરિષ્ઠ સ્પાઈન સર્જન ડો. અમીષ સંઘવીનો સંપર્ક કર્યો હતો. તેમનો એમઆરઆઈ અને બીજા રીપોર્ટસ તપાસ્યા બાદ મણકાનું ફ્રેકચર્સ હોવાનું નિદાન થયેલ.

ડો. અમીષ સંઘવીએ આ અંગે આધુનિક સારવારની ચર્ચા કર્યા બાદ અનુભવ અને સમજાવટ બાદ ઓપરેશન માટે તૈયાર થયા. દર્દી ઓપરેશન થીયેટરમાં જાગૃત અવસ્થામાં ડો. અમીષ સંઘવીએ ચાલુ ઓપરેશને વાતો કરતા હતા. માત્ર ૩૦ મીનીટમાં સીમેન્ટ વડે વર્ટીબ્રોપ્લાસ્ટી ઓપરેશન પાર પાડવામાં આવેલ. બે કલાક બાદ ડો. અમીષ સંઘવીને દર્દીને વોર્ડમાં ચલાવ્યા ત્યારે તો સગાઓ માટે આ એક ચમત્કાર સમાન હતુ. બીલકુલ દુઃખાવા વગર દર્દી કોઈપણ ટેકા વગર ચાલતા ગયેલ હતા.

ડો. અમીષ સંઘવી સ્પાઈન સર્જરી ક્ષેત્રે આગવી છબી ધરાવે છે. ગુજરાતમાં ડીએનબી કવોલીફાઈડ સ્પાઈન સર્જરીની ડીગ્રી ધરાવતા સૌ પ્રથમ સ્પાઈન સર્જન છે. હાલમાં શિવ હોસ્પીટલ સેન્ટર ફોર ઓર્થોપેડીક સુગર સ્પેશ્યાલીટી એન્ડ ટ્રોમા ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે સેવા આપે છે.

(4:18 pm IST)