Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

નગરસેવકમાંથી લોકસેવક બનજોઃ સી.આર. પાટીલ

મેયર બંગલે પ્રદેશ ભાજપ પ્રમુખ સાથે નવનિયુકત પદાધિકારીઓની બેઠક

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના ભવ્ય વિજય બાદ સૌપ્રથમ વખત રાજકોટ ખાતે પધારેલ પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે શહેરના મેયર બંગલા ખાતે નવનિયુકત પદાધિકારીઓ તથા વિવિધ સમિતિઓના ચેરમેનો સાથે શુભેચ્છા મુલાકાત પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેરના નવનિયુકત મેયર ડો. પ્રદીપ ડવ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, દંડક સુરેન્દ્રસિહ વાળા, ભાનુબેન બાબરીયા સહીતના ઉપસ્થિતિમાં યોજી હતી. 

આ તર્કે પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલજીએ રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુકત પદાધિકારીઓને અને વિવિધ સમિતિઓના ચેરમેનોને શીખ આપતા જણાવેલ હતુ કે સોરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની જનતાને પૂરતા પ્રમાણમાં પ્રાથમિક સુવિધા મળે અને શહેરનો સર્વાગિ વિકાસ થાય તે માટે તમામ કોર્પારેટરોએ સક્રિય રહી હંમેશા લોકોની વચ્ચે રહેવાનુ છે અને લોકપ્રશ્નોને વાચા આપવા માટે કોર્પોરેટર પોતાની ફરજ બજાવી નગરસેવકમાથી લોકસેવક બનવાની શીખ આપી હતી.

(4:18 pm IST)