Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

કપાસીયા તેલમાં વધુ ૧પ અને સીંગતેલમાં ૧૦ રૂા.નો ઘટાડો

રાજકોટ, તા., ૨૪: ખાદ્યતેલોમાં  ઘટાડો દોર જારી રહયો હતો. કપાસીયા તેલમાં વધુ ૧પ અને સીંગતેલમાં ૧૦ રૂપીયાનો ઘટાડો થયો હતો. ખાદ્યતેલોમાં સીઝન પુરી થતા ઘરાકીના અભાવે ભાવ ઘટી રહયા છે. કપાસીયા તેલમાં આજે વધુ ૧પ રૂપીયા ઘટયા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૦૯પ રૂપીયા હતા તે ઘટીને ૧૦૮૦ રૂપીયા થયા હતા. કપાસીયા ટીનના ભાવ ર૦રપ થી ર૦૭પ રૂા. હતા તે ઘટીને ર૦૧૦ થી ર૦૬૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. કપાસીયા તેલની સાથે સીંગતેલમાં પણ ૧૦ રૂપીયા તુટયા હતા. સીંગતેલ લુઝના ભાવ ૧૬૧૦ રૂપીયા હતા તે ઘટીને ૧૬૦૦ રૂપીયા અને સીંગતેલ નવા ટીનના ભાવ ર૬પ૦ થી ર૭ર૦ રૂપીયા હતા તે ઘટીને ર૬૪૦ થી ર૭૧૦ રૂપીયા થયા હતા.

(4:49 pm IST)