Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

મિત્રએ મિત્રને આપેલ ચેકરિટર્ન થતા કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા. ર૪: છેતરપીંડીના ગુન્‍હામાં આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવાનો સેશન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ૧ર-૧૦-ર૧ના રોજ સી.આઇ.ડી. ક્રાઇમ પોલીસમાં ફરિયાદી ઇરફાન ઉમરભાઇ શેખ એ ફરિયાદ નોંધાવેલ કે તેમની કંપનીમાં નોકરી કરતો કર્મચારી તુષાર ભરતભાઇ સેજપાલ રહે. નવકાર એપાર્ટમેન્‍ટ, નાગેશ્‍વર વિસ્‍તાર જામનગર રોડ, રાજકોટ વાળાએ તેમની કંપનીમાંથી છેતરપીંડી અને વિશ્‍વાસઘાત કરી રૂપિયા ૧ કરોડ જેટલી રકમ તેમના સગા વ્‍હાલાઓમાં તથા અન્‍ય આરોપીઓના ખાતામાં ખોટી રીતે ટ્રાન્‍સફર કરી ગુન્‍હો આચરેલ હોવાની ફરીયાદ નોંધાવેલ.

પોલીસે આરોપી તુષાર ભરતભાઇ સેજપાલની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને ચાર્જશીટ દાખલ કરેલ ચાર્જશીટ બાદ આરોપીએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે ખૂબજ મોટી રકમની છેતરપીંડી કર્યાનો ગુન્‍હો છે. આવા ગુન્‍હામાં જો આરોપીને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્‍હા કરશે તે રજુઆતને ધ્‍યાને લઇ સેશન્‍સ જજ શ્રી એ. વી. હીરપરા એ જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(4:01 pm IST)