Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

સગીરા ઉપરના બળાત્‍કાર-પોકસોના કેસમાં આરોપીનો છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ર૪ : રાજકોટની સગીરા ઉપર પોકસો તેમજ બળાત્‍કારના કેસ સેસન્‍સ કોર્ટમાં ચાલી જતા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો સેસન્‍સકોર્ટે હુકમ કર્યો હતો.

આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી રોડ ઉપર રહેતી રાજકોટની ભોગ બનનારની માતાએ તા.૭/પ/ર૦રર ના રોજ રાજકોટ બી.ડી. પોલીસ સ્‍ટે. માં આ કામના આરોપી સામે આઇ.પી.સી.કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, (ર) (એન) તેમજ બાળકોને રક્ષણ આપતો અધીનીયમ ર૦૧ર ની કલમ ૪ તથા ૬ મુજબ ગુન્‍હો દાખલ કરેલ તે એવી રીતે કે ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપી આ કામના તહોમતદાર પીન્‍ટુભાઇ ધીરૂભાઇ મકવાણા ભોગ બનનારનુ અપહરણ કરી લઇ ગયેલ અને જુદી જુદી જગ્‍યાએ લઇ જઇ તેઓની સાથે બળાત્‍કાર ગુજારેલ જે અંગેની ફરીયાદ આ કામના ફરીયાદીએ રાજકોટ બી.ડી.પોલીસ સ્‍ટેશનમાં આપેલ હતી.

ત્‍યારબાદ આરોપી વિરૂધ્‍ધ સેસન્‍સ કોર્ટમાં ચાર્જ સીટ થયેલ અને ચાર્જશીટના આધારે સરકાર પક્ષે ભોગ બનનારની માતાની જુબાની લેવામાં આવેલ તેમજ ભોગ બનનારની જુબાની લેવામં આવેલ તેમજ મેડીકલ ઓફીસસરની જુબાની લેવામાં આવેલ તેમજ પંચની જુબાની લેવામાં આવેલ તેમજ તપાસ કરનાર અમલદારની જુબાની લેવામાં આવેલ આમ કુલ પાંચ સાહેદોની જુબાની લેવામાં આવેલ આમ આખો કેસ ચાલી જતા આરોપી વતી વકીલ કલ્‍પેશભાઇ એલ. સાકરીયાની દલીલો તેમજ ઉચ્‍ચ કોર્ટના ચુકાદાને ધ્‍યાને લઇ રાજકોટના સ્‍પેજજ (પોકસો કોર્ટ અને ફાસ્‍ટેક) એડી.સેસન્‍સજજે આરોપીને તદ્દન નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામના આરોપી પીનટુભાઇ ધીરૂભાઇ મકવાણા વતી રાજકોટના જાણીતા યુવા વકીલ કલ્‍પેશ એલ. સાકરીયા તથા રાહુલ બી. મકવાણા, ભાર્ગવ ડી.બોડા, લલીત કે. તોલાણી, નિપુલ આર. કારીયા, પરેશ એન.કુકાવા, જુનીયર આસીસ્‍ટન્‍ટ તરીકે મીલન પી. થોરીયામેર અને કાનજી સી.શેખ રોકાયેલ હતા.

(4:05 pm IST)