Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

મનપાએ વધુ ૨૭૧ રસ્તે રખડતા ઢોરને ડબ્બે પૂર્યા

શહેરના વિવિધ વિસ્તારોમાંથી એ.એન.સી.ડી. શાખાની કાર્યવાહી

રાજકોટ તા. ૨૪ : શહેરના નાગરિકોને રાજમાર્ગો ઉપર રખડતા ઢોરની રંજાડમાંથી મુકિત અપાવવા મનપાની એ.એન.સી.ડી. શાખા દ્વારા પશુઓને પકડવાની ઝુંબેશ સતત ચાલી રહી છે. જે અન્વયે શહેરના ગોપાલ ચોક, રૈયા ગામ, રૈયાધાર, મુંજકા મેઇન રોડ, આડો પેડક રોડ, રણુજા મંદિર, દેવપરા રોડ, ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાંથી ૨૭૧ રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા.

મનપાની સત્તાવાર યાદી મુજબ એ.એન.સી.ડી. શાખા દ્વારા શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૃપ પશુઓ પકડવામાં આવે છે. શહેરના વિસ્તારો ગોપાલચોક, રૈયાગામ, સ્લમ કવાર્ટર, રૈયાધાર, જીવંતીકાનગર, મુંજકા મેઈન રોડ, ગાર્બેજ સ્ટેશન, ચંદન પાર્ક, ભીડભંજન સોસાયટી, યોગરાજનગર, પરશુરામ તથાં આજુબાજુનાં વિસ્તારમાંથી ૪૭ પશુઓ પકડાયેલ.

જ્યારે શાસ્ત્રીનગર, અક્ષર સ્કુલ, નટરાજ ચોક, ધરમનગર આવાસ, જાગૃતિ શ્રમજીવી, સેતુબંધ સોસાયટી, વૈશાલીનગર, રૈયા પાણી ટાંકા પાસે તથાં આજુબાજુનાં વિસ્તારમાંથી ૩૩, ખોડીયારનગર મેઈન રોડ, કૃષ્ણનગર મેઈન રોડ, ગોકુલધામ મેઈન રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, વાવડીગામ, આંબેડકર ચોક, રવેચી સોસાયટી, પરિન ફર્નિચરની પાછળ, વૃંદાવન ગૌશાળા પાસે, હુસેનીચોક તથાં આજુબાજુનાં વિસ્તારમાંથી ૩૧, ભગવતીપરા, સંતકબીર રોડ, વેલનાથપરા, ગોકુલનગર, મારૃતીનગર, શિવનગર, લાતી પ્લોટ, છપ્પનીયા કવાર્ટરન્યુ શકિત સોસાયટી, જય જવાન જય કિસાન, આડો પેડક રોડ, શિવનગર, શ્રીરામ સોસાયટી તથાં આજુબાજુનાં વિસ્તારોમાંથી ૪૫ પશુઓ ઢોર ડબ્બે પુરાયેલ.

ઉપરાંત કોઠારીયા મેઈન રોડ, કોઠારીયા સોલવન્ટ, વૃંદાવન પાર્ક, ઓમનગર, સોલવન્ટ કવાર્ટર, સિતારામ સોસાયટી, વેલનાથપરા, જડેશ્વર સોસાયટી, હરિદ્વાર સોસાયટી, ગણેશનગર, કોઠારીયા ગામ, રણુજામંદિર, શીતળાધાર તથાં આજુબાજુનાં વિસ્તારમાંથી ૨૫ પશુઓ બજરંગવાડી, પોપટપરા, રેલનગર, અલ્કાપુરી શેરી નં - ૧ ના ખૂણે તથાં આજુબાજુનાં વિસ્તારમાંથી ૧૮ પશુઓ, માધવવાટીકા, પરશુરામ ઈન્ડસ્ટ્રીઝ, ૮૦ ફૂટ ચોકડી, ભાવનગર રોડ, પટેલનગર, સહકાર રોડ, દેવપરા રોડ, નંદાહોલ, ગોકુલનગર કવાર્ટર્સ , દોસી હોસ્પિટલ તથા આજુબાજુનાં વિસ્તારમાંથી ૧૫ પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૨૭૧ પશુઓ પકડવામાં આવેલ છે.

(4:14 pm IST)